SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ચિકિત્સા જો થઈ શકતી હોય તો તમે સાધ્ય બિમારીવાળા. બાકી તમારે તમારા ક્રોધ રોગને અસાધ્ય કે દુઃસાધ્ય ગણવો રહ્યો. આટલું તો નક્કી કરો કે દેરાસર-ઉપાશ્રય-આયંબિલ ખાતુંપાઠશાળા વગેરે તારકસ્થાનોમાં તો ગુસ્સો નહીં જ. ત્યાં તો ગમે તેવી વિક્ટ પરિસ્થિતિમાં પણ મારે ક્ષમા જ રાખવી છે.' પ્રશ્ન :- ગુસ્સો કરતા નથી, ગુસ્સો થઈ જાય છે. તેનું શું? ઉત્તર :- આ તો બહુ ભયાનક ભૂમિકા છે. “મેં ગુસ્સો કર્યો કે હું ગુસ્સો કરી રહ્યો છું - આવી સભાનદશા વિના બેભાનદશામાં જ થઈ રહેલો ગુસ્સો તો બહુ ભયંકર નીવડે. જેને ખબર પડતી હોય કે હું ક્યાં, કેવી રીતે અવાર-નવાર ખાડામાં પડું છું ? તે બચી શકે. પણ જેને એ જ ખબર ન પડતી હોય, તે કેવી રીતે બચી શકે ? માટે, આવી બેભાનદશામાંથી તો બહુ વહેલી તકે બહાર આવી જવા જેવું છે. તો જ ગુસ્સો છોડવો શક્ય બનશે. યાદ રાખજો - ગુસ્સો કરશો તો તમે તો સળગશો જ. સાથે તમારી પાસેનાને પણ સળગાવશો. સર્વત્ર હોળીનું જ સર્જન કરશો. તમારો Royal સ્વભાવ સર્વત્ર દિવાળીનું સર્જન કરશે. પસંદગી તમારા હાથમાં છે. તમને શું પસંદ છે, સર્જાતી દિવાળી કે હોળી ? ટૂંકમાં આટલું મગજમાં નોંધી લો કે - “જેમ રાત્રે હીરાની દુકાન ખોલી ધંધો કરનાર લૂંટાયા વિના રહેતો નથી તેમ પાપોદયમાં જીભને છૂટી મૂકનારનો સમાવૈભવ લૂંટાયા વિના રહેતો નથી.” “કોમી રમખાણના સમયે દિવસે પણ જેમ દુકાન ન ખોલાય, તેમ જ્યારે અંદરમાં ગુસ્સાનું રમખાણ મચેલું હોય ત્યારે વચન ન ઉચ્ચારાય.” આ રીતે બીજી બિઝનેસ પોલિસીમાં ત્રણ સૂત્ર તથા બે રીત ઉપર આપણે વિચારણા કરી.
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy