________________ ક્ષમાનું અદશ્ય પરિબળ મારા આત્માનું અદ્ભુત કવચ છે. તેના વિના ભવચક્રમાં તમારા આત્માની કોઈ સલામતી નથી. જો ક્ષમા પ્રત્યે આવી દૃષ્ટિ હોય તો જ તે રાખવા માટેની સન્મતિ પ્રગટે ! ટૂંકમાં, આ ઈનવિઝીબલ પાવર” પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - “જે દેખાય છે તેટલું જ સાચું છે' - તેવું નથી. ન દેખાતી એવી ઘણી વસ્તુઓ સાચી છે. આ દેખીતી દુનિયાની પાછળ ન દેખીતી એવી પણ એક દુનિયા છે. આ લોક કરતાં ય પરલોક વધુ સાચવવા યોગ્ય છે. જો અન્યાય-અપમાનના પ્રસંગોમાં સમતા જાળવી શક્યા તો અદશ્ય પરિબળની નજરમાં તમારી જાત ચોક્કસ ઊંચકાશે. અનંત કેવલજ્ઞાનીઓની અમીનજર તમારા ઉપર જરૂર પડશે. પછી સહુની નજરમાં તમને પ્રમોશન મળશે. ક્રોધ કરવાના દેખીતા ફાયદા કરતાં આ ફાયદાઓ શું મોટા નથી ?' “ઈનવિઝીબલ પાવર” પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત્ કરી લેવા જેવો છે. કોઈક અદશ્ય પરિબળ તમારા સર્વતોમુખી ઉત્થાનને ઝંખી રહ્યું છે. ચલો, જલદી કરો ! ક્રોધમાં કરેલી પ્રવૃત્તિ લગભગ તો ખોટી અને નુકસાનકારી જ હોય છે. - ક્રિસ્ટોફર પાઈક 390