SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ તો બિંદુ તુલ્ય પણ નથી. જો શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પોતાની સમતા અખંડ ટકાવી રાખી હોય, તો મને ગુસ્સો કરવાનો અધિકાર જ શો ?' દરેક વખતે આવા પ્રકારની વિચારધારા, આવા પ્રકારનું વલણ અંતરમાં હાજર જ હોવું જોઈએ. કડવા શબ્દો બોલતી વખતે પણ “આ હું જે બોલી રહ્યો છું તે યોગ્ય નથી. આ મારો વિક પોઈન્ટ છે' - આવા પ્રકારનો આંતરિક એકરાર તો યથાવત્ જ હોવો જોઈએ. માન્યતા -શ્રદ્ધા તો સમ્યક જ જોઈએ. જ્યારે પૂર્વેની કોઈ પણ પોલિસી અપનાવી ન શકો અને ગુસ્સો થઈ જ જાય ત્યારે તરત જ આ પોલિસી અપનાવી લેવાની છે. મોટે ભાગે ક્રોધ વગેરે પાપ કરવા છતાં અંદરથી પાપ પ્રત્યે ધિક્કાર પેદા નથી કર્યો, એનો ભૂલ તરીકે એકરાર નથી કર્યો, એનો બચાવ કરવાનો જ પ્રયત્ન કર્યો છે. માટે પાપ વધુને વધુ તગડા જ થયે રાખ્યા છે. એક વાર અંદરથી તેના પ્રત્યે લાલ આંખ કરો, ક્રોધ ધીરે ધીરે અવશ્ય ઘટતો જશે. માટે જ્યારે જ્યારે પણ ગુસ્સો થઈ જ જાય ત્યારે ત્યારે “આ મારી ખામી છે'- આવી બુદ્ધિ તો અવશ્યપણે ઊભી કરવી જ. 5 લીટર પાણી ઊંચકી શકવાની તાકાત ધરાવનાર બાલદીમાં જો એક કાણું પડી ગયું તો તે બાલદી પાંચ લીટર પાણીને ઊંચકવાની ક્ષમતા ગુમાવી દે છે. આખી બાલદી માટે એ કાણું વિક પોઈન્ટ સાબિત થાય છે. આ જ વાત તમારા જીવનમાં પણ લાગુ પડે છે. તમારી અનેક ગુણોને ધારવાની પાત્રતા આ એક ક્રોધના માધ્યમે ખલાસ થઈ જાય છે. ક્રોધ એ કાણું છે, આત્મારૂપી બાલદીને નકામી બનાવનાર છે' - આ વાતનો અંતરથી એકરાર થવો જોઈએ. ક્રોધ અંદરમાં ખટકવો જોઈએ. એક વાર જો અંતરથી એકરાર થઈ જાય તો ગુસ્સો 10 લાખ પાવરનો થતો હોય તો તેની જગ્યાએ 1 લાખ પાવરનો થવા લાગશે. ધીરે ધીરે એમાં પણ તમે ઘટાડો અનુભવી શકશો. આ પોલિસી દ્વારા એક વાર ગુસ્સાનો પાવર ઘટાડતા ફાવી ગયું તો પછી ગુસ્સો તમને બહુ હેરાન નહીં કરી શકે. 3 ) 378
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy