________________ પારાવાર અને રામાયણ તથા મહાભારતનું સર્જન થશે. હા કદાચ તમારો પુણ્યોદય એવો ગજબનો ચાલી રહેલ હોય કે તમે બોલો તો તે વ્યક્તિ તમારી સામે બોલી શકે તેમ ન હોય તો પણ અંદર ગુસ્સાનું રમખાણ ચાલે છે. માટે, સદ્ગણ લૂંટાઈ જશે. ફરી સ્પષ્ટ કરો - પુણ્યોદયરૂપી દિવસના સમયમાં જો અંદર ક્રોધે રમખાણ મચાવ્યું હોય તો સદ્ગણની લૂંટ અટકાવવા માટે વચનનો વેપાર બંધ કરવો જ રહ્યો ! મૌન ધારણ કરવું જ રહ્યું. બહુ અઘરું કામ છે. કારણ કે, જેમ રમખાણ વખતે દુકાન ચાલુ રાખવાના નુકસાન આંખ સામે રાખ્યા છે. માટે, ધીકતી દુકાનના પણ દરવાજા બંધ કરતા તમને વાર નથી લાગતી, તેમ ગુસ્સાના માઠા પરિણામ હજુ આંખ સામે નથી રાખ્યા. માટે, ગુસ્સો આવે ત્યારે મોઢાનું શટર પાડતા નવનેજે પાણી નીતરી જાય છે. જ્યારે પણ બીજાને કચડી નાખવાની, બીજાને ધમકાવવાની, બીજાને હેરાન કરવાની, બીજાને નુકસાન પહોંચાડવાની, બીજાને સંભળાવી દેવાની વૃત્તિ જાગે ત્યારે સમજજો કે અંદર ક્રોધનું રમખાણ શરૂ થઈ ગયું છે. જો આવા સમયે મોઢાનું શટર ખુલ્લું રાખ્યું તો સદ્ગણો સળગીને સાફ થઈ જશે, ખબર પણ નહીં પડે. ગુસ્સાના આ લોકના અને પરલોકના નુકસાનો નજર સામે રાખો તો મુખનું શટર બંધ કરવામાં સરળતા રહેશે. જો અંદરના રમખાણ વખતે મુખરૂપી શટરને બંધ રાખવામાં તમે સફળ થઈ ગયા તો પ્રસન્નતા તમારા હાથવેંતમાં છે. એટલે જ કહું છું - કદાચ ગુસ્સાને મનમાં આવતો અટકાવવાની શક્તિ ભલે અત્યારે ન હોય. પણ મનમાં આવતા ગુસ્સાને વચનનું બળ ન આપવામાં પણ તમે કામયાબ નીવડતા હો તો તમારે ગુસ્સાથી ડરવાની જરૂર નથી. એ ગુસ્સો સ્વને કંઈક નુકસાન કરી અંદરને અંદર સમાઈ જશે. વચનથી પ્રગટ થતો ગુસ્સો અનર્થની હારમાળા સર્જી સ્વ-પર ઉભયને સંલેશની આગમાં હોમી દેશે. 20