________________ પ3 પ્રભુનું જે તત્ત્વજ્ઞાન તમને દેખાડ્યું તે પરમાત્મા ખુદ કહી રહ્યા છે. પણ, તે સાંભળવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. નિજ પરમાત્મા તો તમારી અંદર જ છે. તે દરેક કટોકટીના સંયોગોમાં સારું અને સાચું માર્ગદર્શન આપવા તૈયાર છે. પણ, તેને તો જ સાંભળી શકાય કે જો અંદરનું વાતાવરણ નીરવ કરવામાં આવે. જેમ મધ્યરાત્રિના નીરવ શાંતિના સમયમાં દીવાલ ઉપર લટકતી ઘડિયાળમાંથી ટક ટક ટક અવાજ સંભળાય છે. પણ, તે જ ઘડિયાળમાંથી દિવસે એ અવાજ ખ્યાલમાં આવતો નથી. કારણ કે મધ્યરાત્રિના સમયે જ નીરવ શાંતિ હોય છે. જેમ દીવાલ ઉપરની ઘડિયાળનો અવાજ 24 કલાક આવતો હોવા છતાં જ્યારે નીરવ શાંતિ હોય ત્યારે જ તે સાંભળી શકાય છે તેમ આપણા અંતરના એક ખૂણામાં સતત પરમાત્મા બોલી જ રહ્યા છે. મનનો ઉકળાટ, આવેગ, આવેશ - આ બધું જ શમાવી દો. એક વાર આ બધો ઘોંઘાટ શમી જશે, પછી અવશ્ય પરમાત્માનો અવાજ સંભળાશે. જ્યારે જ્યારે તમે ક્રોધને વશ થઈ જાઓ છો, ત્યારે ત્યારે તે અવાજ તમને સતત ક્રોધ કરવાની ના પાડી રહેલ હોય છે. પણ, તે વખતે આવેશના ઘોંઘાટમાં તમે તે અવાજ સાંભળી શકતા નથી. ક્રોધને વશ તમે થાઓ તે પહેલાં જ અંદરનો અવાજ તમને ચેતવવાનું શરૂ કરી દે છે. દરેક ખરાબ કામમાં એ અંદરનો અવાજ અટકાયત જ કરી 360.