________________ સજા કરો એ જ સજા તમે તમારી જાતને કરો કે નહીં ? કદાચ તમે કાચના ઝુમ્મરની જગ્યાએ પોલાદનું ઝુમ્મર જ લાવ્યા હોત તો પડવા છતાં તે તૂટત ખરું ? તો પછી ઝુમ્મર લાવનારનો વાંક કે તોડનારનો? કાચનું છે માટે તૂટ્યું ને ? તો તો પછી કાચનો જ વાંક ન કહેવાય ? ઘણા બધા તર્કો એવા છે કે જે રામુને નિર્દોષ સાબિત કરે છે. તમારે જો ગુસ્સો છોડવો હોય તો રામુને નિર્દોષ માને જ છૂટકો છે. પ્રસ્તુત તત્ત્વજ્ઞાન પણ લાગુ પાડી દો, તો ય ક્રોધ ઉપર કાબૂ આવશે. કાચનું ઝુમ્મર નશ્વર છે. એ જે દિવસે તમે લઈ આવ્યા તે જ દિવસે તૂટી શકે કે નહીં ? જે વસ્તુ પહેલાં જ દિવસે તૂટી શકતી હતી એને રામુએ પ-૧૦-૧૫ વર્ષ સાચવી એ બદલ રામુને ધન્યવાદ આપવા જોઈએ કે 15 વર્ષે ઝુમ્મર તૂટી ગયું - એ બદલ ઠપકો આપવો જોઈએ ? કાચનું ઝુમ્મર એક ને એક દિવસ તૂટવાનું જ હતું. કાચનું ઝુમ્મર હતું ત્યારે અને અત્યારે તૂટી ગયા પછી છે તો કાચ જ. અંતે તો જડ પુદ્ગલ દ્રવ્ય જ છે ને ! તો પછી કાચને જ નજર સમક્ષ રાખવામાં આવે તો રામુ ઉપર ગુસ્સો પ્રગટે ખરો ? રામુ કે કોઈ પણ વ્યક્તિ કાચના ઝુમ્મરને તોડી શકે. પણ, જડને ચેતન તો ન જ કરી શકે ને ? ટૂંકમાં, વસ્તુ તો એની એ જ છે. ફક્ત એનો એક પર્યાય રવાના થઈ ગયો. આમાં રામુ ઉપર ગુસ્સે થવાની જરૂરત શી ? / " શાંત ચિત્તે દરેક પ્રસંગમાં આ વાત લાગુ પાડી દેવી. આ એકદમ અકસીર પોલિસી છે. ક્રોધને સમજણપૂર્વક નાથવા માટેની આ પોલિસી છે. આ તત્ત્વજ્ઞાનથી આત્માને એવો ભાવિત કરી દો કે ગમે તેવી સારી વસ્તુ હાથમાંથી સરી જાય કે ગમે તેવી સારી વસ્તુ હાથમાં આવી જાય છતાં તમારા મોઢાની એક લકીર ન બદલાય. આવો માધ્યચ્ય ભાવ એક વાર આત્મસાત્ થઈ ગયો પછી ક્રોધ આપોઆપ નામશેષ થઈ જશે. તે માટે વિશેષ પ્રયત્ન કરવો નહીં પડે. એક વાત ધ્યાનમાં લો કે કોઈ પણ નશ્વર જડ વસ્તુ તૂટે ત્યારે 357