________________ બગદાદના ખલીફા હારુન-ઉલ-રશીદ. એક વાર એમનો છોકરો રડતો-રડતો આવી ફરિયાદ કરવા લાગ્યો - “અબ્બાજાન ! પેલા છોકરાએ મને ગાળ આપી. હું પણ એને ગાળ કહી આવું ?' છોકરો સમજતો હતો કે મારા પિતાજી બગદાદના બહુ મોટા ખલીફા છે. માટે, ગાળ આપતા પહેલા પિતાજીને પૂછવા આવ્યો. હારુન-ઉલ -રશીદે જવાબ આપ્યો - “બેટા ! તું કોનો છોકરો છે, તે ખબર છે ? આપણું સ્ટેટસ તું જાણે છે ? આપણું લેવલ તને ખબર છે ? બેટા ! આપણી ડિક્ષનરીમાં સજા શબ્દ જ નથી. આપણે તો માત્ર માફી આપી જાણીએ. આપણને એટલી જ ખબર છે કે કોઈ પણ ગુના માટેની આકરામાં આકરી સજા એટલે માફી ! માફીથી આકરી કોઈ સજા નથી !' તમે તમારી પોસ્ટને, તમારા સ્ટાન્ડર્ડને નજર સમક્ષ રાખો તો તમે ગુસ્સો કરી શકો નહીં, તમારાથી ગુસ્સો થઈ શકે નહીં. કૂતરો તમને ભસે એટલે શું તમે સામે ભસો છો ? નહીં જ ને ! કારણ કે તમને ખબર છે કે - “મારી પોસ્ટ શું ? એ કૂતરો છે ને હું માણસ છું !' આટલી સમજણના આધારે જ, હજારો માણસોની વચ્ચે કૂતરો માત્ર તમને જ ભસતો હોવા છતાં તમે તેને ભસતા નથી. તો પછી 347