________________ પછી જુઓ જાદુ જાણે જીવન એ જ નંદનવન ! અત્યાર સુધી બિઝનેસ પોલિસીની અંદર તમારી દુકાન ઉપર લાગેલા બોર્ડની વાત કરી. બીજી બે મહત્ત્વની વાત તમારી બિઝનેસ કરવાની પદ્ધતિ અંગે કરવી છે. (1) ડાયમંડ બજારમાં મોકાના સ્થાને મોટી દુકાન મળી ગયા બાદ તેમાં બદામી કોલસાનો ધંધો હોય કે ડાયમંડનો ધંધો હોય ? ડાયમંડ બજારમાં બદામી કોલસાનો ધંધો ન શોભે. તેમાં ડાયમંડ બજારનું પણ અવમૂલ્યન છે, ખુદ તમારી જાતનું પણ અવમૂલ્યન છે. તેવી રીતે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે વિચારો - માનવભવ મળ્યો, આર્યદેશ મળ્યો, જિનશાસનની પ્રાપ્તિ થઈ, સંસ્કારી માતા-પિતા મળ્યા, સદ્ગુરુનો સમાગમ થયો, કલ્યામમિત્રોનો પણ યોગ થયો, સમજણ પણ મળી, મતલબ કે હીરા બજારમાં બરાબર મોકાના સ્થાને વિશાળકાય દુકાન મળી ગઈ. હવે તેમાં સદ્ગણોરૂપી હીરાનો વેપાર શોભે કે ક્રોધરૂપી કોલસાનો વેપાર શોભે ? આટ-આટલી ઉત્તમ કોટિની સામગ્રી મળ્યા પછી પણ જો ક્રોધ કરીશ તો આમાં મારું અવમૂલ્યન થશે. મને મળેલ જિનશાસનનું અવમૂલ્યન થશે. આવા લોકોત્તર જિનશાસનનું અવમૂલ્યન કરનાર મને શું ફરીથી જિનશાસન મળે ખરું ? જો જિનશાસન જ નહીં મળે તો ઠેકાણું પડશે શી રીતે ? જિનશાસનના માધ્યમે ક્રોધને છોડવાની આટલી સ્પષ્ટ સમજણ મળ્યા બાદ પણ જો મારાથી ક્રોધ ન છૂટતો હોય તો શું જિનશાસનની બહાર ફેંકાયા બાદ ક્રોધ છૂટશે ? શક્ય જ નથી. એક વાર જિનશાસનનું અવમૂલ્યન કરનારને ફરીથી જિનશાસન મળે તેવી કોઈ શક્યતા નથી. શું આવા મહામૂલા જિનશાસનની હીલના કરવાનું મને પોસાશે ? જો ના, તો મારે ગુસ્સો છોડવો જ રહ્યો.” નક્કી કરો - આ હીરાબજારમાં ક્રોધરૂપી બદામી કોલસાનો ધંધો મારે કરવો જ નથી. જેણે બદામી કોલસાનો જ ધંધો કરવો હોય તો તેના માટે હીરાબજારમાં આવવાની કોઈ જ જરૂરિયાત નથી. કોઈ શેરીના નાકે