________________ કરતા આવડે, મન સાથે જો સુલેહ કરતા આવડે તો સમાધિ મળી શકે. સમાધાન કરવાની વૃત્તિ જો મનમાં ન હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમાધિ, સુખ, શાંતિ મળે તેવી કોઈ શક્યતા નથી. થિયેટર ઉપર ‘હાઉસફુલ' નું પાટિયું લટકતું હતું. બધાં શો કેટલાય દિવસોથી હાઉસફુલ જ જતા હતા. છતાં એનો માલિક ઉદાસ હતો. એના મિત્રે પ્રશ્ન કર્યો. “અલ્યા ! શા માટે ઉદાસ છે ? બધે મંદી છે, જ્યારે તારે ત્યાં તો હાઉસફૂલના પાટિયા લટકે છે, ધીકતી કમાણી ચાલે છે.” થિયેટરના માલિકે કહ્યું - “મારે ત્યાં ય મંદી ચાલુ થઈ ગઈ છે. ગઈકાલે હાઉસફુલના પાટિયા જોઈને 150 જણા પાછા ગયા હતા. આજે ખાલી 100 જણા જ પાછા ગયા ! કાલે કદાચ ‘હાઉસફૂલ'નું પાટિયું નહિ લાગે તો ? બાપ રે ! હવે મારું થશે શું ?" આવી રુગ્ણ મનોદશાવાળા માણસને કોણ સુખી કરી શકે ? સમાધિપ્રદાયક વાતાવરણ હોવા છતાં જેના મનમાં નેગેટીવીટી જ ભરેલી હોય તેને કોઈ કદાપિ સુખી કરી શકતું નથી. મોટા ભાગના માણસો પોતાના મનથી જ દુઃખી કે સુખી હોય છે. જો મનની સાથે સમાધાન કરતા આવડે, મનને સમજાવતા આવડે તો વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા હાથવગી થઈ જાય. ચિત્તનું સમાધાન કરતા આવડવું જોઈએ - એ મુખ્ય વાત છે. બાકી, ચિત્તનું સમાધાન કરતા જેને ન આવડે તે કદાપિ સુખી થઈ શકતો નથી. વસંત ઋતુમાં બગીચાના એક બાંકડા ઉપર ઉદાસ ચહેરે એક ભાઈ બેઠા હતા. વાતાવરણ ખુશનુમા હતું. ફૂલોની સુવાસ વાતાવરણને મઘમઘાયમાન બનાવતી હતી. ઠંડો પવન વાઈ રહ્યો હતો. આવા સુંદર મજાના વાતાવરણમાં ઉદાસ ચહેરે બેઠેલા ભાઈને જોઈ એક જણે પ્રશ્ન કર્યો - ‘દોસ્ત ! આટલા સુંદર વાતાવરણમાં પણ તું શા માટે ઉદાસ છે ? શું કોઈ તકલીફ છે ?" પેલા ભાઈએ જવાબ આપ્યો - ના, તકલીફ તો બીજી શું હોય ? પણ, તેં આજનું છાપું વાંચ્યું ? એમાં આગાહી કરી છે કે ૩ર૬