________________ 46 ગઈ પોલિસીમાં બતાવ્યા મુજબ નબળા સ્થાન અને નિમિત્તોથી દૂર ભાગવું. પરંતુ જ્યારે તેનો ત્યાગ કરવો શક્ય ન હોય ત્યારે આ સોલ્યુશન પોલિસી અપનાવવાની છે. મન સાથે સમાધાન કરવાની વાત આ પોલિસી કહે છે. પત્નીનો સ્વભાવ ભારે તુંડમિજાજી મળ્યો હોય. ઘરમાં વાતાવરણ તંગદિલીભર્યું હોય. તેવા સમયે તે તમારા ઉપર ગુસ્સો ઉતારવાનું ચાલુ કરે ત્યારે એના શબ્દો સાંભળવાના બદલે તમારે તરત તમારા મનને સમજાવવાનું શરૂ કરી દેવું. મનની સાથે વાતો કરવામાં એવા જોડાઈ જવું કે એ જે શબ્દો બોલી રહી હોય તેનો એક શબ્દ પણ કાને ન પડે. પત્ની સાથે ઝઘડો થયો હોય ત્યારે એ ભલે બોલે. પણ, તમારે બોલવાની જરૂરત શી ? તેની સાથે ઝઘડો થાય ત્યારે આવા પ્રકારે મનને સમજાવવું કે - “હું કેટલો નસીબદાર છું. પ્રદેશ રાજાની પત્ની જેવી પ્રાણઘાતક પત્ની તો મને ન મળી. તુકારામ અને સોક્રેટીસની પત્ની જેવી અત્યંત કર્કશા પત્ની તો મને નથી મળી ને ?' આ રીતે મનને સમજાવવું. પ્રભુ પાસે ભાવના વ્યક્ત કરીએ કે “પ્રભુ ! મને પ્રતિકૂળ પત્ની મળી તે બદલ ખૂબ-ખૂબ આભાર ! જો મને અનુકૂળ પત્ની મળી 324