SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 44 સુગર ફેક્ટરી’ પોલિસી પોતાને લાગુ પાડવાની છે. મતલબ કે “સારા-મીઠા શબ્દો જ બોલવા છે' - આવો નિશ્ચય કરવાનું દરેક વ્યક્તિ પોતાને માટે લાગુ પાડી શકે છે. પણ, પોતાની સાથે વ્યવહાર જે વ્યક્તિ કરે, તે મીઠા જ શબ્દો બોલે, તેવી અપેક્ષા રાખી શકાય નહીં. સામેવાળી વ્યક્તિ ગમે તેવા દઝાડતા શબ્દો બોલે તો પણ તે સહન કરવાની તૈયારી હોવી જ જોઈએ. ગુસ્સો કાબૂમાં લેવા માટે આ બે શરત અવશ્ય પાળવાની છે. (1) જ્યારે પણ બોલવું હોય ત્યારે સારા શબ્દો જ બોલવા. (2) સામેવાળી વ્યક્તિના કડવા-તીખા -તમતમતા-ધગધગતા લાવારસ જેવા શબ્દો પણ સાંભળવા. આ બીજી શરત માટે જ આ પોલિસી છે. . શિવજીને આજે ઘણા ભગવાન તરીકે પૂજે છે, સન્માને છે. કારણ કે પૌરાણિક કથા મુજબ, જ્યારે સમુદ્રનું મંથન થયું ત્યારે જે હળાહળ ઝેર નીકળ્યું તેને લેવા માટે કોઈ તૈયાર ન હતું. લક્ષ્મીજીને વિષ્ણુ લઈ ગયા, કામધેનુને દેવો લઈ ગયા, અમૃતને ચંદ્ર મહારાજ લઈ ગયા. પણ ઝેરને કોઈ લે નહીં. શિવજીએ એ હળાહળ ઝેરને પણ સ્વીકારી લીધું, પી લીધું. એટલે જ નીલકંઠ શિવના આદરપૂર્વક સત્કાર, સન્માન આજે અજૈન લોકો કરે છે. 316
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy