________________ ન હતા. પણ, મંત્રીના આ વાક્યને સાંભળી રાજાને શાંત થઈ જવું પડ્યું હતું. એથી રાજાના મનમાં થોડો ધૂંધવાટ પણ હતો જ. એક દિવસ રાજકુમાર ઘોડા ઉપરથી પડી ગયો. પગનું હાડકું તૂટી ગયું. આ સમાચાર રાજાને આપે કોણ ? જે સમાચાર આપે તેને રાજાના અકારણ કોપના ભોગ બનવાનું હતું. આખરે એક માણસે હિંમત કરી મંત્રીની હાજરીમાં જ આ સમાચાર રાજાના કાને નાખ્યા. સમાચાર સાંભળતા જ રાજા ધૂંવાફેવા થઈ ગયા. પણ, મંત્રી તો પોતાનું રોજીંદુ વાક્ય જ ઉચ્ચર્યા - જે થાય તે સારા માટે !" આ સાંભળી રાજાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો. એને મંત્રીની આ ધૃષ્ટતા અસહ્ય થઈ પડી. પોતાનો પ્રાણપ્યારો રાજકુમાર આ રીતે પડી ગયો. તે શું સારા માટે ? રાજાએ સીધો જ મંત્રીનો હાથ પકડ્યો અને તેની આંગળી કાપી નાખી. પણ, કશું જ આડુંઅવળું બોલવાના બદલે મંત્રી તો એક જ વાક્ય બોલ્યા - “જે થાય તે સારા માટે !" આવા સમયે પણ મંત્રીના મોઢામાંથી આ જવાબ સાંભળી રાજા ચકિત થઈ ગયો. એણે તો મંત્રીને પૂછી પણ લીધું. “શું ? આ તમારી આંગળી કપાઈ તે પણ સારા માટે ? મંત્રીશ્વર ! મારે તમારા ભરોસે રાજ ચલાવવાનું છે, ખ્યાલ છે ને ?' " હા, રાજ! મારા ખ્યાલમાં જ છે. એટલે જ કહું છું કે જે થાય તે સારા માટે !" અત્યારે તો રાજા ઉતાવળમાં હતો. માટે, મંત્રી જોડે ચર્ચા કર્યા વિના જ તે રાજકુમારની ખબર કાઢવા દોડ્યો. મંત્રીના હાથમાંથી લોહી નીતરી જ રહ્યું હતું. પણ, તે સ્વસ્થ હતો. તે સમજતો હતો કે રાજાને સુધારવો હશે તો આવો કોઈક મહાન ભોગ આપવો જ પડશે. આ વાત ઉપર દિવસો અને મહિનાઓ વીતી ગયા. એક વાર રાજા પૂરા રસાલા સાથે શિકાર માટે નીકળ્યો. પ૧૨ 290