________________ છો તેટલી વાર તમારું અઢળક પુણ્ય ખર્ચાઈ જાય છે. અને અવાજ મોટો કર્યો તેના પ્રતાપે મગજનો પારો ઊંચે જતા કર્મબંધમાં જે ધરખમ વધારો થાય તે નફામાં ! બે બાજુથી માર પડે છે. માટે, સૌથી પહેલાં તો “મોટો અવાજ કરવાથી સામેવાળો દબાઈ જાય છે' - આ માન્યતા જ ભૂસી નાખો અને અવાજ એકદમ શાંત તથા મૃદુ બનાવી દો. એમ પણ અવાજ જેનો મોટો હોય તે વાત કરે ત્યારે તેનું અને સાંભળનારનું બન્નેનું માથું ચઢી જતું હોય છે. જેટલો અવાજ શાંત અને મૃદુ હશે તેટલો જ સહુને સાંભળવો ગમશે. વ્યાખ્યાન સિવાય મોટો અવાજ કોઈને સાંભળવો પસંદ નથી હોતો. માટે, અવાજને તો એકદમ ધીમો જ કરી નાંખવો જોઈએ. અમે સાઉથમાં ગયેલા ત્યારે એક આશ્ચર્ય લગભગ દરેક જગ્યાએ જોયું. ત્યાં દરેક ઘરમાં ગોચરી માટે જઈએ, સાસુ જો વહોરાવનાર હોય અને શાક વહોરાવતા એમને ખ્યાલ ન આવે કે આ શેનું શાક છે ? તો એ વહુને પૂછે કે - “આ કયું શાક છે ?' તે વખતે વહુ સાસુના કાનમાં એટલું ધીમેથી બોલે કે દોઢ ફૂટ દૂર ઉભેલા અમને પણ એ ન સંભળાય. આ છે મર્યાદા ! આવી મર્યાદા લગભગ નામશેષ થતી જોવા મળે છે. અવાજ ધીમો કરવાના ઘણા-ઘણા શારીરિક ફાયદા પણ છે. માટે, આટલું તો નક્કી કરી જ દો કે - તમે જેના ઉપર ગુસ્સો કરવા માંગો છો તેને જ સંભળાય, તેનાથી નજીક ઉભેલી બીજી કોઈ વ્યક્તિને ન સંભળાય તેટલા જ અવાજથી ગુસ્સો કરવો. એક વાર આ રીતે પ્રયોગ કરી જુઓ-ગુસ્સાની તાકાત દશમા ભાગની જ બચશે. ઘણા મોટા અપાયોથી તમે સાહજિક રીતે જ બચી જશો. જેટલો અવાજ ધીમો રાખશો, એટલો ક્રોધ ઘટતો જશે અને સામેવાળી વ્યક્તિ માટે પણ તે સહ્ય અને સુપાચ્ય બનશે. જો તેની પાછળ તમારો કોઈક સારો આશય હશે તો તે આશયને ગ્રહણ કરવાની ભાવના પણ તેનામાં જાગશે, તૈયારી પણ આવશે. મોટે ભાગે મોટા અવાજવાળાની વાણી આદેય બનતી નથી. કદાચ સ્વાભાવિક રીતે જ તમારો અવાજ મોટો હોય છતાં પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે પ્રયત્નપૂર્વક તેને ધીમો કરવો. ગુસ્સાનું બળ 283