SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કાકાએ કીધું કે - “ભત્રીજાને કાંઈક કામ આવી પડ્યું હશે, એટલે અંદર ચાલ્યો ગયો હશે. આપણે તો ઘરના કહેવાઈએ. એમાં આપણે શું ખોટું લગાડવાનું ? ચાલ-ચાલ, જલદી ઉતાવળ કર. મોડું થઈ જશે.' કાકી તો મોટું વકાસીને કાકા સામે જોઈ જ રહ્યા. કાકામાં આટલું બધું પરિવર્તન આવી ગયું હશે, તેનો વિશ્વાસ જ નહતો બેસતો. આખરે કાકીને કાકા જોડે જવું જ પડ્યું. બંને જણાં જમણવારની જગ્યાએ પહોંચી ગયા. બધા સગાવહાલાઓ આવી ગયા હતા. પણ ક્યાંય હજુ સુધી ભત્રીજો દેખાયો ન હતો. જમણવારની પહેલી પંગત શરૂ થવાની હવે વાર ન હતી. કાકા-કાકી પહેલી જ પંગતમાં જમવા બેસી ગયા. થોડી વારમાં પીરસવાનું ચાલુ થઈ ગયું. ભત્રીજો જ પીરસવા નીકળ્યો હતો. કાકીને થયું કે લો, ભત્રીજો જ પીરસવા આવ્યો છે એટલે વાંધો નહીં આવે. જે હશે તે ચોખ્ખું થઈ જશે. પણ ભત્રીજો તો કાકાને ગુસ્સે કરાવવાનું નક્કી કરીને જ બેઠો હતો. હજુ સુધી કાકાને શાંત જોઈને એને ઘણી નવાઈ લાગતી હતી, એટલે કાકાની વધુ આકરી પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ભત્રીજો પીરસતા પીરસતા કાકા પાસે આવ્યો, પણ કાકા -કાકીને પીરસ્યા વિના જ આગળ નીકળી ગયો. કાકીનું મોં ગુસ્સાથી લાલ ચટક થઈ ગયું. બધા સગાવહાલાઓની વચ્ચે થયેલું અપમાન કાકી સહી શકે તેમ ન હતા. આજુબાજુનાને પણ લાગ્યું કે હમણાં કાકા ભડકશે, પણ કાકા તો શાંત હતા. હજુ કાકી કાંઈ બોલે તે પહેલાં જ કાકા બોલ્યાં કે - ભત્રીજો કેવો વ્યવહારુ છે. આપણે તો ઘરના કહેવાઈએ. આપણે પહેલાં પીરસીને પછી જમવા બેસવાનું હોય. આપણી ભૂલને ભત્રીજાએ કેવી કુનેહથી દેખાડી દીધી ? તેમ કહી કાકીનો જવાબ સાંભળ્યા વિના જ કાકા ઊભા થઈને પીરસવા લાગ્યા. કાકી પણ નિરુપાયે તેમની પાછળ પીરસવા લાગ્યા. ભત્રીજો તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. કાકા એક તરફ પણ પોતાના માટે બોલ્યા ન હતા. પોતે કાકાનું ઘણું જ અપમાન કર્યું 266
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy