________________ 3Y સંયોગવશ, કર્મના દબાણ વશ કદાચ ક્રોધ થઈ જાય તો પનીશમેન્ટ પોલિસી અપનાવવા જેવી છે. દંડ રાખવાથી તરત જ ક્રોધ કાબૂમાં આવશે. મનને બિલકુલ જ પસંદ ન પડે તેવો આકરો દંડ રાખવો. પછી દિવસમાં 25 વાર ગુસ્સો આવતો હશે તેની જગ્યાએ 10 વાર અને 5 વાર જ ગુસ્સો તમે કરી શકશો. વાચિક ગુસ્સો હોય, સામેવાળાને ઘા લાગે તેવું બોલ્યા હો, તેના માટે જ પહેલા દંડ રાખવો. પછી માનસિક ગુસ્સા માટે પણ દંડ રાખવો. દંડ સીધો સાદો નહીં. પણ આકરો રાખવો. ગુસ્સા માટે સૌથી સારામાં સારો દંડ એટલે જેના ઉપર તમે ગુસ્સો કર્યો, તેને રૂા.૧૦૦૦, રૂા.૧૦૦ કે રૂા.૫૦ આપી દેવા. એ પણ ત્યાં ને ત્યાં જ. ત્યારે જ કદાચ તમને ધાર્યા કરતાં પણ સારું રીઝલ્ટ મળશે. પણ, આવી સજા રાખ્યા પછી કસોટી પણ આવે. જો કસોટીમાંથી પાસ થઈ ગયા તો કંચન, બાકી કથીર. પૂનામાં આ જ વાત મેં વ્યાખ્યાનમાં મૂકી. તે સાંભળી ઘણા બધાંએ ઊભા થઈ જાહેરમાં આ બાધા લીધી કે જેના ઉપર ગુસ્સે થઈએ તેને રૂા. 100 આપી દેવા. 255