________________ ગિઝની રાજ્યમાં હું છ મહિનાનો અમારિ પટહ વગડાવીશ અને આપ આપના ઈષ્ટદેવની પૂજા કરો ત્યારે પહેરવા માટેના સારામાં સારા કપડાની જોડ મોકલીશ. અમારે ત્યાંનું એ પ્રકારનું કાપડ સારામાં સારું થાય છે. આપ જીવનભર રોજે રોજ નવી જ જોડ પૂજા માટે વાપરી શકશો તેવો બંદોબસ્ત હું કરી આપીશ !" - આ તાકાત છે ક્ષમાની ! ખૂંખાર પણ બાદશાહ નમ્ર થઈ ગયો. તોપથી તેને હરાવવા ગયા હોત કે તલવારથી જો તેને ખતમ કરી નાંખ્યો હોત તો ભવાંતરમાં ય વૈરની પરંપરા ચાલત. ગુજરાતમાં ગિઝનીના હુમલાનો ભય સદા તોળાતો રહેત. કુમારપાળ રાજાની શ્રદ્ધા ક્ષમાની તાકાત ઉપર હતી અને એનું જ આ મીઠું પરિણામ આવ્યું. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી હેરાનગતિ કરે છતાં જો તમને ક્ષમાની તાકાત ઉપર ભરોસો હશે તો ગુસ્સો તમારાથી થઈ શકશે જ નહીં. સામેવાળી વ્યક્તિ તમને હેરાન કરે ત્યારે તમે તેના ઉપર ગુસ્સો કરો છો. કારણ કે, તમારા મનમાં ઊંડે ઊંડે પણ ગુસ્સા ઉપર વધારે શ્રદ્ધા છે. તમને એવું લાગે છે કે - “ગુસ્સો કરીશ, એટલે આ વ્યક્તિ સીધીદોર થઈ જશે. એને પણ બરાબર ખ્યાલ આવી જશે કે કોઈકને હેરાન કરવાનું ફળ શું મળે ?' મતલબ કે હજુ પણ ક્ષમાની તાકાત ઉપર ભરોસો નથી. જો વિશ્વાસ હોય કે “જે પરિણામ ક્ષમા દ્વારા મને પ્રાપ્ત થશે તે પરિણામ ગુસ્સા દ્વારા મળી શકે તે શક્ય જ નથી. જો મારે ઉજ્વળ પરિણામ જોઈતું હોય તો ક્ષમાનું શરણું લીધા વિના કોઈ છૂટકો નથી, તો પછી ક્રોધ થાય જ શી રીતે ? આ વિશ્વાસ ગમે તેવી કષાયની આગને ઠારી દેવા માટે પાણીની ગરજ સારશે. પણ, એ વિશ્વાસ અંદરમાં ખરેખરો પ્રગટવો જોઈએ. ગમે તેટલી ગિરદીમાંય તમે તમારું ખીસું કપાઈ ન જાય તેની જ સાવધાની રાખો છો, તેમ કોઈ ગમે તેટલી હેરાનગતિ કરે તો પણ ક્ષમાનું ખીસ્સે કપાઈ ન જાય તે જોવાની જવાબદારી તમારી છે. પણ, જેટલી કિંમત પૈસાની સમજાઈ છે. તેટલી ક્ષમાની નથી સમજાઈ. માટે જ પૈસાને સાચવવા માટે જેવી મહેનત તમારી છે, તેનાથી દસમા ભાગની મહેનત 252