________________ આ ચાર કષાયો કાળામેંશ છે. આત્માને મલિન કરનારા છે, અને સંસારમાં રખડાવનારા છે. દશવૈકાલિક સૂત્રમાં શય્યભવસૂરિ મહારાજ ફરમાવે છે કે - ચત્તાર એએ કસિણા કસાયા સિંચંતિ મૂલાઈ પુણભવસ્ત્ર // આ કાળાશ કષાયો આત્માને પણ કાળોમેશ કરે છે. સમીપવર્તી સહુને અપ્રસન્નતાની કાળાશ બક્ષે છે. આપણું વ્યક્તિત્વ જ એવું ઘડાયેલું હોય કે બીજાના મગજમાં પેટેલી હોળીમાંથી દિવાળીનું સર્જન થઈ જાય. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સર્વત્ર સ્વર્ગનું સર્જન થાય. એક વાત સમજી રાખવા જેવી છે કે શસ્ત્રના ઘા કદાચ 15 દિ'માં રુઝાઈ જશે. પણ શબ્દોના ઘા તો 50 વર્ષે ય રુઝાતા નથી. માટે, બોલવા તો મીઠા-મધઝરતા શબ્દો બોલવા. બાકી મૌન થઈ જવું. મૌનનું સેન્ટ પણ બીજાને સમાધિ આપશે. એ વખતે તમારા કાળા કોલસા જેવા શબ્દો તમને અને બીજાને બન્નેને દુઃખી કરશે. ટૂંકમાં, આ પોલિસીનો તાત્પર્યાર્થ એ જ છે કે - સારા વિચાર, વાણી અને વર્તન અત્તર જેવા છે. આપ-લે તો એની કરવા જેવી છે કે જેનાથી આપનાર-લેનાર ઉભયને સુવાસ-સુવાસ જ મળે. કાળા કોલસા જેવા વાણી, વર્તન અને વિચારનો પ્રયોગ શા માટે કરવો ? કે જેનાથી આપનાર, લેનાર બન્નેના હાથ કાળા થાય. આ સારને આત્મસાત્ કરી આ આધ્યાત્મિક અત્તરના બિઝનેસમાં ઝૂકાવીએ - નફો અપરંપાર છે. ક્રોધ અને બુદ્ધિને બાર ગાઉનું છેટું છે... - જેન ઓસ્ટેન. 244