________________ સરસ્વતીના પેટમાં એ ઝેર નાંખેલું ભોજન ચાલ્યું ગયું. થોડી વારમાં જ સ્વામીજીને ખ્યાલમાં આવી ગયું. રેચક આદિ પ્રાણાયામ દ્વારા તેમણે ઝેર ઓકવાનું શરૂ કર્યું. નેતી આદિ ક્રિયા દ્વારા પણ તેમણે પ્રયત્ન કર્યો. પણ, ખ્યાલમાં આવી ગયું કે હવે ટકી શકાય તેમ નથી. ત્યાં જ એક માણસ દોડતો-દોડતો સંદેશો આપવા આવ્યો. સ્વામીજી ! આપને ઝેર આપનાર પકડાઈ ગયો છે. હમણાં અહીં આવશે. જલદી બતાવો. એને અમે શું સજા કરીએ ? “અરે ભાઈ ! હવે હું બે-ત્રણ ઘડીનો મહેમાન છું. એને શું સજા કરું ? મજા કરાવો એને. માનભેર છોડી મૂકો' - સ્વામી દયાનંદ સરસ્વતીએ જવાબ વાળ્યો. પોતે સમજી ગયા હતા કે “હવે હું થોડા સમયનો જ મહેમાન છું, તો શા માટે કોઈને દુઃખી કરતો જાઉં ? સહુને પ્રસન્નતા જ ન આપું ? આ જ વાત છે. મહેમાન તરીકે જ્યારે પોતાની જાત લાગે ત્યારે સંક્લેશ આપોઆપ ટળવા લાગશે. માટે, આ મહેમાન પોલિસી અત્યધિક ઉપયોગી છે. ટૂંકમાં, આ “ગેસ્ટ' પોલિસીનો સાર એટલો જ છે કે - “જે વસ્તુ તમારી માલિકીમાં નથી તેના ઉપર માલિકીનો દાવો રાખી શા માટે દુઃખી થાવ છો ? મહેમાન છો તો મહેમાન તરીકે જ રહો. મહેમાન જ્યારે માલિક બનવા જાય કે મુનીમ જ્યારે માલિક બનવા જાય ત્યારે આખરે મહેમાનને કે મુનીમને જ પસ્તાવું પડે છે. માટે, ઘરમાં મહેમાન બનીને જીવતા શીખો. દુકાનમાં મુનીમ બનીને રહેતા શીખો. સંક્લેશ ઘટતા જ જશે, ક્રોધ કાબૂમાં આવતો જ જશે.' ગેસ્ટ પોલિસીના આ સારને અપનાવવા દ્વારા સાચી શાંતિનો અને સમાધિનો આ જ ભવમાં કે નજીકના જ ભવિષ્યકાળમાં અનુભવ થાય, તે જ ઈચ્છા ! 242