________________ પરંતુ અનેક વાર અપમૃત્યુ મેળવવાની તૈયારી છે ! ઈચ્છું કે આ પુસ્તક વાંચનારના જીવનમાં તો આવી મૂર્ખતા ન જ આવે. નજર સામે અનંતા જન્મ-મરણની વેદના દેખાતી હોય, તેની સામે અપશબ્દની માનસિક વેદના શી વિસાતમાં ? શાસનની પ્રાપ્તિ પછી, સમજણની પ્રાપ્તિ પછી તો સ્વભાવ સુધારવાની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠે છે. આ સીઝનમાં પ્રસાદ કરવા જેવો નથી. સંસારમાં સીઝન પોલિસીને સારી રીતે તમે અપનાવી છે. સીઝનના દિવસોમાં ઉજાગરા કરી કરીને વધારેમાં વધારે કમાઈ લેવાની ઘેલછા છે. તો પછી “સ્વભાવને સુધારવાની આ સીઝનમાં સામે ચાલીને વધારેમાં વધારે મારી નિંદા, અપશબ્દો સાંભળીને મારે ક્ષમાની કમાણી કરી લેવી છે' - આવી ઉદાત્ત ભાવના શા માટે નહીં ? શું હજુ પણ પિત્તળ પ્રકૃતિ છોડવાની કોઈ તૈયારી નથી ? શું હજુ પણ આ માનવભવને પામ્યા પછી પણ તરકડી અને તોછડી પ્રકૃતિના વિસર્જનની કોઈ તમન્ના જાગતી જ નથી ? જો આવી ઉત્તમ સામગ્રી મળ્યા પછી પણ * કોઈની નાનકડી ભૂલ ઉપર પણ મગજ તપી ઉઠતું હોય, * કોઈના બે વેણ સાંભળી તેને બાર વેણ સંભળાવી દેવાની વૃત્તિ જાગતી હોય, >> બતાવી દેવાની સંક્લિષ્ટ ચિત્તવૃત્તિ વારે તહેવાર નિર્માણ પામતી હોય તો માનવું જ રહ્યું કે, ખોળિયું માનવીનું છે. પણ અંદર કોઈક બીજું જ ભરાઈને બેઠું છે. એક સંત અત્યંત શાંત પ્રકૃતિના. પોતાના મઠમાં સતત ભગવાનના ભજનમાં લીન રહેવું - એ જ તેમનું જીવનકવન. કદી કોઈના ઉપર ગુસ્સો તેમણે કર્યો ન હતો. સંત સવારે આશ્રમના ઓટલા ઉપર બેસી ભજન ગાતા હોય ત્યારે રોજ એક ચંડાલ આવે. સંતને ગાળો ભાંડી ચાલ્યો જાય. ક્યારેક