SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર કાઢવો. જો આટલું કરવામાં પણ સફળ થયા તો બાજી જીતી જશો. ક્રોધ પરાજિત થઈને જ રહેશે. જે સમયે આવેગ ઉછળે ત્યારે ને ત્યારે જ તમે ગુસ્સો કરો અને તે વખતે તમારા ગુસ્સાનો પાવર જો એક લાખ હશે તો જ્યારે એક કલાક પછી ગુસ્સો કરશો ત્યારે તેનો પાવર કદાચ "1' પણ નહીં હોય. એકદમ કારગત આ પોલિસી છે. આવી કોઈ પોલિસી અપનાવશું તો જ ક્રોધ રાક્ષસથી બચવું શક્ય બનશે. આ પોલિસી પ્રયોગાત્મક છે. પ્રવચનનો યુગ હવે પૂર્ણ થવા આવ્યો છે, મુખ્યપણે પ્રયોગનો યુગ ચાલે છે. આ વાંચ્યા પછી આ પોલિસી અપનાવવા માટે કમ સે કમ 24 કલાકનો તો સંકલ્પ કરી જ લેજો. “હું આમ કહી દઈશ, તેમ કહી દઈશ...” ઈત્યાદિ જે પણ વિચારવું હોય તે વિચારવાની છૂટ. પણ, 1 કલાક સુધી એક હરફ પણ નહીં ઉચ્ચારવાનો. જો જો ચમત્કાર. 1 કલાક પછી તમારા મુખમાંથી ઘણાં જ સારા શબ્દો નીકળશે અને કદાચ તે શબ્દો સામેવાળાના મન ઉપર ધારી અસર પણ નીપજાવશે. કારણ કે એક કલાક સુધી તો તમે તેને કશું સંભળાવ્યું જ નથી. એક કલાક “ડિલે કરવાનું મન ન માને તો છેલ્લો અડધો કલાક વગેરેનો પણ સંકલ્પ કરી શકાય. પણ, કમ સે કમ ડિલે પોલિસી 24 કલાક માટે તો અપનાવજો જ. પરિણામ તુરંત મળશે. ટૂંકમાં, “અનાદિ કાળથી પાપને જ આચરવામાં પ્રધાનપણે જોડાયા હોવાથી પાપલેવનમાં વિલંબ પોસાતો નથી. પાપસેવનમાં કરવામાં આવતો વિલંબ તેની તાકાત ગુણાંકમાં ઘટાડી દે છે. માટે, ક્રોધ આવે ત્યારે જ તેને ઠાલવી દેવાના બદલે તેનો આવેગ ખાળી દેજો, કમ સે કમ એકાદ કલાકની રાહ જોઈ જ લેજો.. તો ક્રોધ કાબૂમાં આવશે’ - ડિલે પોલિસીના આ સંદેશાને સમજી તેને પ્રયોગમાં ઉતારીએ, ક્રોધ ઉપર કાબૂ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. 217
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy