________________ આ દલાલી પોલિસી દ્વારા સંબંધોની દિવાલને તમે વધુ મજબૂતાઈ આપો છો. જો સામેવાળી વ્યક્તિના 25 સારા વ્યવહારની સામે તમે 5 દુર્વ્યવહારને પણ સહી લેવા તૈયાર ન હો તો સમજી રાખવું કે તમે બુલડોઝર ફેરવી સંબંધની દીવાલને ધરાશાયી કર્યા વિના રહેવાના નથી. શું સંબંધોની દીવાલને ધરાશાયી કરવામાં જ રસ છે કે તેને જાળવવામાં ? પોતાની ઉપર એક પણ ઉપકાર કે એક પણ સારો વ્યવહાર જેણે નથી કર્યો, તેનું પણ સહન કરી લેવાની વૃત્તિ કેળવાવી જોઈએ. અરબસ્તાનની વાત છે. ગુલામીની ભયાનક પ્રથા ત્યારે પૂરજોશમાં ચાલી રહી હતી. માણસાઈના નામે કલંકરૂપ આ પ્રથામાં ગુલામોના માથે કાળો કેર પ્રવર્તતો હતો. એવા સમયમાં એક શ્રીમંતના ઘરે રાબિયા નામની ગુલામ હતી. શ્રીમંતે એક વાર પોતાને ત્યાં જમણવાર ગોઠવ્યો. ઘણા-ઘણાં મહેમાનોને આમંત્રિત કર્યા હતા. એક હકીમ પણ આવ્યા હતા. અરબસ્તાન એટલે તો મુખ્યત્વે માંસાહારી પ્રજાનો મુલક. જમણવારમાં માંસાહાર જ મુખ્ય હતો. જમતા-જમતા અચાનક હકીમના ભાણામાંથી એક હાડકું નીકળ્યું. હકીમને જિજ્ઞાસા થઈ. તેણે સાફ કરી વ્યવસ્થિત રીતે હાડકું જોયું તો ખ્યાલ આવી ગયો કે એ હાડકું પશુના પગના ઘૂંટણના ભાગનું હતું. ઘૂંટણના સાંધાના ભાગનું એ હાડકું જોઈ આ હકીમ સાહેબના મનમાં તરંગ ઉઠ્યો - પશુના પગનું હાડકું આવું છે તો માણસના પગનું હાડકું કેવું હશે ? એનો ઘૂંટણ કેવો હશે ?' આ વાત તેમણે શ્રીમંતને કીધી કે - તમે કોઈ ગુલામના ઘૂંટણને ચીરીને મારી જિજ્ઞાસા સંતોષી દો. શ્રીમંતને તો ક્યાં કંઈ જ વાંધો હતો ? એણે તો રાબિયાને જ બોલાવી. રાબિયાને વાત કરી કે - “રાબિયા ! તારો પગ આ હકીમ સાહેબને ચીરીને જોવો છે. તું અહીં બેસી જા !' રાબિયાને આ વાત સાંભળી કોઈ જ આક્રોશ કે આવેશ ન આવ્યો. એ શાંતિથી બેસી ગઈ. હકીમ સાહેબે તો સામે રમકડું હોય તેમ રાબિયાનો પગ ચીરવા માંડ્યો. રાબિયા પ્રસન્ન જ રહે છે. ઊલટું એ ખુદાને પ્રાર્થના કરે છે - “ખુદા ! 214