________________ વિપત્તિના વાદળ વરસે તો અહંનો તપારો શાંત થાય. જો વિપત્તિ આવે જ નહીં, સુખ... સુખ ને સુખ જ હોય તો અહંનો તમારો ખૂબ જ વધી જવા પામે. જીવનમાં ચડતી-પડતીને જોઈ ચૂકેલ માનવી નમ્ર રહી શકે. પણ સદા જેણે ચડતી જ જોઈ હોય તેનો અહં કેમે કરી નાથી શકાતો નથી. એના વચનમાં, વર્તનમાં, વલણમાં બધે તમને અહં જ નીતરતો દેખાશે. પણ વિપત્તિના વખતમાં ગમે તેવો અહંકારી માણસ નમ્ર થયા વિના રહેતો નથી. માટે, વિપત્તિના વાદળમાંથી વિપત્તિ વરસે તો અહંનો પારો શાંત થાય. વાતાવરણમાં નમ્રતાની ઠંડક ફેલાઈ જાય. અને તો જ અનાદિકાળથી જે સદ્ગણોનો કારમો દુકાળ પ્રવર્તી રહ્યો છે, તે કંઈક અંશે દૂર થઈ શકે. એક વાત મગજમાં કોતરી રાખવા જેવી છે કે “વિપત્તિ માણસને પાડવા માટે નહીં, પણ ચડાવવા માટે જ આવે છે. જો વિપત્તિ સાથે સ્વસ્થ ચિત્તે, શાંત ચિત્તે કામ પાડવામાં આવે તો દરેક વિપત્તિ પછી સુખ-આનંદનો વૈભવ ગોઠવાયેલ જ હોય છે. જો વિપત્તિ નામની કોઈ ચીજ જ આ દુનિયામાં ન હોય તો માનવ માનવ ન રહેતા શેતાન, હવાન કે દાનવ બની જાય. વિપત્તિમાં પોતે મુશ્કેલીનો અનુભવ કર્યો. માટે જ્યારે સામેવાળા જોડે વ્યવહાર કરવાનો આવશે ત્યારે તે નમ્રતાથી વર્તશે. બાકી અહંની આગ તેને ભરખી ગયા વિના ન રહે. દુઃખ, વિપત્તિ વગેરેને કારણે જ તો સામાન્ય જન પણ સજન તરીકે રહે છે, ગરીબોની હમદર્દીને અનુભવી શકે છે. જો વિપત્તિ જ ન હોય તો માણસને શેતાન બની જતા વાર નથી લાગતી. આપત્તિ આવે તો જ માણસની ચસકેલી ડાગળી ઠેકાણે આવી શકે કે “હું આખી દુનિયાને હેરાન કરે જ રાખું, પણ દુનિયા મારું કશું જ બગાડી ન શકે - તેવું નથી. મારા કરતાં પણ કોઈકના હાથ લાંબા છે.” પરિણામે વિપત્તિ આશીર્વાદ છે, અભિશાપ નથી.” વિપત્તિનો સૌથી મોટો ફાયદો એ જ છે કે તેમાં અહંનો ભુક્કો બોલાયા વિના રહેતો નથી, અહંનો જો એક વાર ભુક્કો બોલ્યો તો અહં પ્રગટ થયા વિના રહેવાના નથી. “અહં રે અહં તું જા મરી.. બાકી જે બચે તેનું નામ હરિ..” 180 18O