________________ સળગતા અંગારા પડ્યા હોત તો પણ ઓછું ગણાત. આ તો ભગવાને કૃપા કરી. ઠંડી રાખ જ આવી.” કટોકટીની પરિસ્થિતિમાં પણ કેવી સુંદર વિચારસરણી ! હકારાત્મક વિચારધારા ! નેગેટીવ એંગલ અપનાવવાના કારણે જ આપણે નાના-નાના પ્રસંગોમાં પણ ગુસ્સાનો ભોગ બની જતા હોઈએ છીએ. હકારાત્મક વિચારો ફક્ત વિચારવાના નથી, અમલમાં લાવવાના છે. એક ભાઈ મારી પાસે આવ્યા ને વાત કરી- “સાહેબ ! મારે 18,000/- રૂા. સત્કાર્યમાં ખર્ચવા છે. આપ કોઈ યોગ્ય ક્ષેત્ર જણાવો તો ત્યાં ખર્ચીશ.” મને થોડું આશ્ચર્ય થયું કે 20,000/- નહીં, 15,000/- નહીં ને 18,000/- જેવો થોડો “ઓડ’ આંકડો કેમ કીધો ? મેં સહજ જિજ્ઞાસાથી પૂછ્યું - "20,000/- નહીં ને 15,000/- નહીં. શા માટે 18,000/- જ ?" જ્યારે એ ભાગ્યશાળીએ મને વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આવી હકારાત્મક વિચારસરણી ધરાવનારા પણ દુનિયામાં હોય છે. ભાઈએ મને એટલું જ કહ્યું કે - “મહારાજ સાહેબ ! કર્મસત્તાએ લપડાક લગાવી છે. તેથી મારી 82,000/- રૂપિયાની ઉઘરાણી 6 મહિનાથી સખત મહેનત કરવા છતાં આવતી નથી. અને સામેવાળી પાર્ટીની તેવી કોઈ તૈયારી હાલમાં દેખાતી નથી. એટલે ૮૨,૦૦૦/રૂપિયાના નામે તો મારે માંડવાળ જ કરવાની આવી છે. જો કર્મસત્તા મારી પાસેથી લાચારીપૂર્વક 82,000/- રૂપિયા પડાવી શકતી હોય તો કમ સે કમ 18,000/- રૂપિયા તો મારે ખુમારીપૂર્વક છોડવા છે. કારણ કે કર્મસત્તા 82,000/- ની જગ્યાએ 1,00,000/- રૂપિયા પણ મારી પાસેથી આંચકી શકતી હતી. - જો કર્મસત્તાએ મારા 1 લાખ રૂપિયા આંચક્યા હોત તો લાચારીથી મારે એક લાખ રૂપિયા છોડવા જ પડ્યા હોત. તો શા માટે ખુમારીથી 1 લાખ ના છોડું ? કર્મસત્તાને ય ખ્યાલ તો આવે કે એણે ખોટા સરનામે હુમલો કર્યો છે. ગઈ કાલે સાંજે જ્યારે સામેવાળી પાર્ટીએ 172