________________ ક્રોધનો ભોગ નહીં બને. અને ગુરુદેવે શિષ્યને ખોબલે-ખોબલે આ આપી ઉપદેશ દ્વારા લોકકલ્યાણ માટે જવાની અનુજ્ઞા આપી. હકારાત્મક વિચારધારા અપનાવવામાં આવે તો ક્રોધ થાય તેવી કદાપિ શક્યતા નથી. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હકારાત્મક અને સકારાત્મક વિચારધારા અપનાવનાર વ્યક્તિ પોતાની પ્રસન્નતાને અકબંધ જાળવી શકે છે. નકારાત્મક વલણ, નકારાત્મક દૃષ્ટિકોણ જ આવેગ-ઉકળાટ-આક્રોશ પેદા કરાવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ વક્તવ્ય આપી રહ્યા હતા. તેમના પ્રત્યે દ્વેષ ધરાવનાર એક વ્યક્તિએ મંચ ઉપર રહેલા નેતાજી તરફ એક જોડું ફેંક્યું. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. નેતાજીના તરફદારો સમસમી ગયા. પણ, નેતાજી એકદમ શાંત છે. એમણે તો હકારાત્મક વિચારધારા અપનાવી વક્તવ્યમાં જ જણાવ્યું કે “આ જુત્તાને મોકલનાર ભાઈનો ખૂબ-ખૂબ આભાર ! સાથે એક વિનંતિ પણ કરવાની કે તેઓશ્રી આનું જોડકું બીજું જોડું પણ મોકલાવે. જેથી પહેરવાના ઉપયોગમાં આવી શકે.” આખી સભા ખડખડાટ હસી પડી. મારું અપમાન કરવા માટે તેણે આ પ્રવૃત્તિ કરી છે' - આવું નકારાત્મક વિચારવાના બદલે “આ પ્રવૃત્તિ દ્વારા આ રીતે તે મારું હિત જ ઈચ્છી રહેલ છે' - આવું સકારાત્મક વિચારી જ શકાય છે. બીજાનો પ્રેમ સંપાદન કરવા માટે આ હકારાત્મક વિચારધારા અપનાવવી જરૂરી છે. હંમેશા દરેકે દરેક વ્યક્તિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાથી અરસ-પરસ પ્રેમ વધે છે. રામચંદ્રજી લંકાવિજય પછી સીતાજીની સાથે અયોધ્યા પાછા ફરી રહેલ છે. ત્યારે અયોધ્યાના આગલા મુકામે કૈકેયી રાણી અત્યંત ખિન્ન હૃદયે અને પ્લાન વદને રામચંદ્રજીને મળવા જાય છે. સાથો સાથ માફી પણ ખરા દિલથી માંગે છે - “બેટા ! મને માફ કરી દે. તને અસહ્ય યાતનાઓ મેં આપી છે, મને ક્ષમા આપી દે.” “આપની ભૂલ શી ?' 169