________________ તાવીજ તમે મોઢામાં મૂકવાની શરૂઆત કરી એટલે સાસુમાના આક્ષેપ, આક્રોશની સામે જવાબ આપવાનું તમારા માટે શક્ય ન બન્યું. તાળી બે હાથે પડે. એક હાથે તાળી પડી ન શકે. માટે, એકલી સાસુમા શું બડબડ કરે ? આખરે તેઓએ પણ થાકી-હારી બોલવાનું ઓછું કર્યું. આ રીતે તમારા બન્ને વચ્ચે વાચિક અંતર પડી ગયું. અને ગુસ્સો ઘટવા માંડ્યો. આખરે તમારા બન્ને વચ્ચે સ્નેહનો સેતુ બંધાયો. કારણ કે તમને બન્નેને એમ લાગતું હતું કે હવે મારી સાથે સામેવાળાનો સારી રીતે વ્યવહાર થઈ રહેલ છે. પરિણામે, ઘરમાં શાંતિ સ્થપાઈ. માટે, આ તાવીજ ખોવાઈ જાય તો ચિંતા નહીં કરતી. પણ તાવીજનું રહસ્ય હંમેશા જાળવી રાખજે. એનું જતન કરજે.” વહુનું મન પ્રસન્ન થઈ ગયું. કીપ ડીસ્ટન્સ પોલિસીનો સાર આ જ પ્રસંગમાં સચવાયો છે. જે વ્યક્તિ સાથે તમને ઋણાનુબંધ ઓછો કે નહીંવત્ જણાય છે તેની સાથે ડીસ્ટન્સ/અંતર રાખો. તે ડીસ્ટન્સ મૌન દ્વારા પણ રાખી શકાય છે. શબ્દો બોલનાર મોટે ભાગે ક્રોધી માણસની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. મોન એ પાણીનું કામ કરે છે. ટૂંકી બુદ્ધિવાળા જીવો સાથે વાત ટૂંકી કરો. દુઃખ ટૂંકું થઈ જાય, સુખ લાંબું થઈ જાય. જો ટૂંકી બુદ્ધિવાળા સાથે લાંબી વાત કરો તો દુઃખ લાંબું થઈ જાય, સુખ ટૂંકું થઈ જાય. જેમ પેટ્રોલ ભરેલી ગાડી ઉપર ડેન્જર', હાઈલી ઈન્ફલેમેબલ' જેવા પાટિયા લાગેલા હોય છે. તેમ જેના મનમાં અત્યંત ક્રોધ ભરેલો પડ્યો હોય તેવી વ્યક્તિ ઉપર ડેન્જર' વગેરેના પાટિયા લાગેલા વંચાય તો સ્વાભાવિક રીતે તેનાથી અંતર પડી જાય. ભલે એવા પાટિયા કોઈના કપાળે વાંચવા ન મળે પરંતુ એટલું તો આપણી સમજમાં હોવું જ જોઈએ કે “જો મારે મારી શાંતિ વેરવિખેર ન કરવી હોય તો મારે આવી વ્યક્તિથી દૂર રહેવું જ સારું.” 165