________________ લેવાની તૈયારીનો અભાવ. આ જ પરિબળના આધારે ઘરમાં સંઘર્ષોનું વાતાવરણ ખડું થયું છે. જો દરેક પાસે હરેક પ્રસંગને હળવેથી લેવાની કળા આવી જાય તો પછી સાસુ-વહુના ઝઘડા સમાપ્ત થઈ જાય. નાના-નાના પ્રસંગોને વિકરાળ સ્વરૂપ આપીને સાસુ-વહુની ચકમક જીવનના અંત સુધી ચાલતી હોય છે. આ ટેક ઈટ ઈઝીલી પોલિસી અપનાવી જુવો, તેને આત્મસાત્ કરી જુવો, ઝઘડા ઓછાં થઈને જ રહેશે. બે વાર નોકર નોકરીએ મોડો આવ્યો. એટલે હવે નોકર ઉપર ગુસ્સો આવવાનો જ. ત્રીજો દિવસ થયો. આજે નોકર મોડો છે. માટે, એ આવે કે તરત તેને ખખડાવી નાખવાના વિચાર સાથે તમે તૈયાર બેઠા છો. લગભગ અડધો કલાક એ મોડો છે. પણ આવ્યો ત્યારે એકદમ ખુશ હતો, જ્યારે તમે અત્યંત નાખુશ હતા. આવ્યા ભેગો જ તમે પ્રશ્ન કર્યો. કેમ ત્રણ દિવસથી મોડું થાય છે ?' તમે ખખડાવી નાખ્યો. પણ પેલાએ આનંદથી જવાબ વાળ્યો. “અરે સાહેબ ! પેલા આપણા દેવાદાર છે ને કે જે 1 વર્ષથી ઉઘરાણી આપવા તૈયાર નથી થતા, એની દુકાન મારા રસ્તામાં જ આવે. માટે, હું એની દુકાને જઈ સમજાવવા લાગ્યો. રોજ એમાં મોડું થતું હતું. જુવો, આજે તો એણે ઉઘરાણી પણ આપી દીધી.” આટલું કહી નોકરે નોટોના બંડલો તમારા હાથમાં મૂક્યા. જાણે તમારા ગુસ્સા ઉપર ઠંડુ ઠંડુ પાણી રેડી દીધું. હવે તમે રાજી કે નારાજ? રાજી જ ને ! તો પછી રાજી થઈ તે નોકરને ઉઘરાણીના અડધા રૂપિયા આપી દો ? ના, એ તૈયારી તમારી પાસે નથી. મૂળ વાત એટલી જ છે કે સામેવાળી વ્યક્તિ તરફથી થતા દરેક વ્યવહારની પાછળ આપણી ધારણા કરતાં વિપરીત ઘણાં આશયો હોઈ શકે છે. માટે, આપણને જણાતી પ્રતિકૂળ પરિસ્થિતિને પણ હળવાશથી લેતા આવડે તો જ તમે કોઈ પણ પરિસ્થિતિને ન્યાય આપી શકશો. બાકી આવેશગ્રસ્ત માણસ સાચા-ખોટાનો નિર્ણય કરી શકતો નથી. હકીકત એ છે કે ક્રોધ કરીને જીવ પોતે જ, જાતે જ દુઃખી 157