________________ લાગ્યા છે. તો રાજી થાઓ કે નારાજ ? માણસની મનઃસ્થિતિ જ કોણ જાણે એવી ઘડાઈ ગઈ છે કે પોતે વધુ સુખી થાય છતાં રાજી થઈ શકતો નથી, જો પોતાની બાજુવાળો પોતાના કરતાં વધુ સુખી થઈ ગયો હોય તો. બાજુવાળાની દુકાનમાં વધુ ઘરાક આવે એટલે તમારો મૂડ આઉટ ! પછી ઘરમાં આવો તો ઘરનું વાતાવરણ પણ બગડી ગયા વિના ન રહે ! આટલા નાના-નાના પ્રસંગોને તો હળવાશથી લેવાની તૈયારી રાખવી જ રહી. બાકી કદાપિ સુખી થઈ શકાય તેવી શક્યતા નથી. લગ્ન પ્રસંગે ધારો કે 500 વ્યક્તિને આમંત્રણ આપેલ હોય. બધાં હાજર થઈ ગયા છે. ફક્ત પાંચ જ નથી આવ્યા. તમારા મનમાં નોંધ કોની થાય ? 495 આવ્યા છે તેની કે જે પાંચ નથી આવ્યા તેની ? પાંચની નોંધ થાય છે તેનો પણ વાંધો નથી. કિંતુ નોંધ શા માટે કરો ? જમણવારમાં નથી આવ્યા માટે ઘરે મીઠાઈનું બોક્સ મોકલવા કે પછી એના ઘરે લગ્નનો પ્રસંગ આવે ત્યારે આ બાબતનો બદલો લેવા ? “હવે, એના ઘરે પ્રસંગ આવવા દો, જાય એ બીજા ! - આવા વિચારો તો ન જ ઉદભવે ને ? આવા વિચારો કરી કરીને જ તમે ભારેખમ વાતાવરણ બનાવી દો છો. કારણ કે હવે પછી જ્યારે પણ તે વ્યક્તિ સાથે મુલાકાત થશે એટલે અવશ્ય આ વાતની ભારેખમ શબ્દોમાં રજૂઆત તમારા દ્વારા થશે જ. 495 આવી ગયા તેના આનંદમાં અને કોઈક કારણોસર પાંચ આવી નહીં શક્યા હોય' - આ પ્રકારના સમાધાનકારી વલણના માધ્યમથી શું તમે પ્રસંગને હળવાશથી ન લઈ શકો ? હળવાશથી લેશો તો જ ગુસ્સાથી બચી શકશો. બાકી ક્રોધની પકડમાંથી છૂટવું મહામુશ્કેલ છે. જો પાંચની ગેરહાજરીને તમે હળવાશથી લઈ શકો તો જ જે 495 આવ્યા છે તેનો આનંદ લઈ શકો અને પાંચ પ્રત્યે ગુસ્સાને પાંગરતો અટકાવી શકો. ગમે તેવા ભારેખમ પ્રસંગોને પણ હળવાશથી લેનાર બહાદુર છે, કમજોર નહીં. જે ગુસ્સાખોર હોય તે કમજોર છે. બહાદુર માણસ ઓછામાં ઓછો ગુસ્સો કરે. બહાદુરી સામેવાળાને સંભળાવી 153