________________ પડઘામાં પણ ખરાબ વ્યવહાર જ મળે. જેમ ધવલશેઠ મારવા ગયા શ્રીપાળને. પણ, તેનું દુષ્પરિણામ આખરે એ જ આવ્યું કે ખુદ પોતાને મોતને ઘાટ ઉતરવું પડ્યું, સાતમી નરકે જવું પડ્યું. ઘટના સ્પષ્ટ રીતે જણાવે છે કે જેનું પુણ્ય સલામત હશે તે વ્યક્તિ સલામત જ રહેશે. તો પછી શા માટે તેના પ્રત્યે દુર્ભાવ - ગુસ્સો કરી વ્યર્થ નુક્સાની વહોરવી ? કદાચ તમે ગુસ્સામાં આવી સામેવાળાનું અનિષ્ટ કરવામાં સફળ થયા તો ખુશી નહીં થતા. સમજી લેજો કે કર્મસત્તાએ તમને બેવકૂફ બનાવ્યા. કારણ કે સામેવાળાને હેરાન થવાનું કર્મસત્તાના ચોપડામાં લખ્યું હતું. માટે તે હેરાન થાય છે. જો તેના નસીબમાં હેરાન થવાનું ન લખ્યું હોત તો તેનો વાળ પણ વાંકો ન થાય. અને જો તેના નસીબમાં હેરાન થવાનું લખ્યું જ હોય તો કર્મસત્તા ગમે તેમ તેને હેરાન કર્યા વિના રહેવાની નથી. તમારા દ્વારા કે બીજા કોઈના દ્વારા તે તેને હેરાન કરીને જ રહેશે. માટે, ગુસ્સામાં આવી જ્યારે તમે સામેવાળાનું અનિષ્ટ કરો છો ત્યારે માત્ર કર્મસત્તાના હાથા જ બની જાઓ છો. બાકી સામેવાળાને હેરાન થવાનું હતું. માટે તે હેરાન થાય છે. પરંતુ હેરાન કરવાના પરિણામથી તમે ફોગટ જ દુર્ગતિને વહોરી લો છો. હકીકત જ્યારે આટલી સ્પષ્ટ હોય ત્યારે દરેકનું કર્તવ્ય એ જ બની રહે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સામેવાળાને દોષિત માનવાના બદલે મનનું સંતુલન જાળવી રાખવું. ઊભી થયેલ પરિસ્થિતિને પોતાની જ પ્રવૃત્તિના પડઘારૂપ સમજી સ્વસ્થતા જાળવવી. સૂર્યની સામે ધૂળ ફેંકનારની આંખમાં જ તે ધૂળ આવે છે. ગગનની સામે કાદવ ઉછાળનારના જ કપડાં ખરડાય છે, બગડે છે. તેમ બીજા સાથે દુર્વ્યવહાર કરવાના બદલામાં પોતાને પણ દુર્વ્યવહાર જ મળે છે. માટે હવેના દરેક વ્યવહારો સાવધાની અને સાવચેતી પૂર્વક કરવાનું લક્ષ્ય કેળવો. દરેક વ્યવહાર કરતા પહેલાં એટલી સ્વસ્થતા તો કેળવાવી જોઈએ કે “આવો જ વ્યવહાર જો મારી સાથે થાય તો હું અવશ્ય રાજી 122