________________ પ્રભુભક્તિના એવા સંસ્કાર આત્મામાં પાડી દીધા કે પેરાલીસીસની આફત જ્યારે ત્રાટકી ત્યારે પ્રભુભક્તિના પેટાળમાં તેઓ સહેલાઈથી ઉતરી ગયા. પેરાલીસીસનો આ એટેક ખૂબ જ ભયાનક નીવડ્યો. આખું શરીર એમાં જકડાઈ ગયું. સ્મૃતિ પણ ચાલી ગઈ. કોઈને પણ ઓળખી શકે નહીં. કોઈની સાથે બોલી શકે નહીં. સદંતર પરાધીનતા. આ પરિસ્થિતિમાં તેઓશ્રીના શિષ્યરત્ન અવ્વલકોટિની વૈયાવચ્ચ કરનારા પૂ. મુનિરાજ શ્રીજિનવલ્લભવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રીઆત્મદર્શનવિજયજી મહારાજ જ્યારે જ્યારે પણ તેમની જૂની પ્રાર્થના સંભળાવે કે તરત એમના મુખકમલ ઉપર હાસ્ય વિલસે. આંખો ઉઘડી જાય. જાણે પોતે સાંભળવા કાન સરવા કરી દીધા છે - એવું સ્પષ્ટ જણાય. આ વાત સ્પષ્ટ રીતે જણાવે છે કે તેઓ આ આપત્તિના સમયમાં પણ પ્રભુભક્તિને વળગી રહેવામાં અને પ્રભુભક્તિના માધ્યમે પ્રભુને વળગી રહેવામાં સફળ રહ્યા છે. માટે, 11-11 વર્ષ આવી આપત્તિમાં વીતાવા છતાં તેઓ એકધારી પોતાની પ્રસન્નતાને ટકાવી શક્યા. 1111 વર્ષનો આ રોજીંદો ક્રમ કે જ્યારે જ્યારે પણ પોતે જે પ્રભુભક્તિ ગદ્યમાં કરતા હતા તે સંભળાવવામાં આવે ત્યારે આખો ખૂલી જાય, કાન સરવા થઈ જાય. આંખમાંથી હરખના આંસુ પણ ઝરવા લાગે. આ પ્રભુભક્તિના સહારે જ 11 વર્ષ સુધી તેઓ પ્રસન્નતા સાથે જીવી શક્યા. બાકી, જ્યારે પેરેલીસીસનો સિવિયર એટેક આવ્યો ત્યારે જ ડોક્ટરોએ કહી દીધેલું કે - છ મહિનાથી વધુ જીવી શકે તેમ નથી. જ્યારે આખું જગત પોતાને સહાય કરવા માટે લાચાર થઈ જાય છે ત્યારે આ પ્રભુભક્તિ સહાય કરવા માટે તત્પર જ હોય છે. માટે જ આ પોલિસી જણાવે છે કે જ્યારે જ્યારે પણ પાપોદયની ત્સુનામી ઉપડે ત્યારે પ્રભુભક્તિના ઊંડાણમાં ચાલ્યા જાઓ. બહાર તાંડવ મચાવી દેનાર ત્સુનામી પેટાળમાં તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. બહારથી જોનારને ત્સુનામી વખતે દરિયો બિહામણો જણાય છે. પરંતુ દરિયો પેટાળમાં તો રત્નોથી સોહામણો જ હોય છે. તેમ બિહામણી એવી પણ * 106