________________ ચિત્ર ઉપર નજર પડતાં જ રાજકુમારી હેબતાઈ ગઈ. ચિત્રમાં એક બાળાને આલેખી હતી. તેના વાળ ભયંકર રીતે વીખરાયેલા હતા. મોટું લાલચોળ થઈ ચૂક્યું હતું. આંખો પણ ભયાનક રીતે લાલચોળ હતી. મોઢામાંથી અને નાકમાંથી જાણે વાવાઝોડું ફૂકાતું હતું. રાક્ષસી જ દોરાયેલી દેખાતી હતી. અને એના મોઢાની રેખા ઉપરથી સ્પષ્ટ રીતે ‘રાજકુમારીનું જ ચિત્ર છે' - તેવું ખ્યાલમાં આવી જતું હતું. અને એટલે જ રાજકુમારી હેબતાઈ ગઈ. શું આવી ? આટલી બદસૂરત ? રાજકુમારી પરેશાન થઈ ગઈ. પણ ધન્ય ઘડી રાજકુમારીના જીવનમાં આવી ગઈ હતી. આ ઘટના ઉપરથી જે અપેક્ષિત બોધપાઠ હતો તે જ તેણે લીધો. સમજી ગઈ કે “ગુસ્સા સમયની મારી આ તસવીર છે. જો મારી તાસીર જે ગુસ્સાની છે તે નહીં પલટાવું તો આ જ મારી કાયમી તસવીર બનવાની છે. મારે મારી તાસીર બદલવી જ રહી.” ત્યારથી રાજકુમારીનો ગુસ્સો ચાલ્યો ગયો. ચિત્રકારનો પરિશ્રમ સફળ થયો. રાજકુમારીને ગુસ્સો દૂર કરવામાં જે પરિબળે સહાય કરી તે પરિબળને તમારે ગુસ્સો દૂર કરવા અપનાવવા જેવું છે. તમારો ગુસ્સો પણ ખતરનાક હોય છે. ગુસ્સા વખતનો તમારો ચહેરો જો અરીસામાં, જુવો તો તમને પણ “કંઈક' થઈ જાય. આ “મિરર' પોલિસી એ જ કહે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે અરીસામાં તમારું મોઢું જુવો, તમે ખુદ હેબતાઈ જશો. આવા ચહેરાનું નિર્માણ આપણે શા માટે કરવું ? કે જે જોઈને આપણને પણ અણગમો ઉપજી આવે. અથવા જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે એક ફોટો પડાવી લો. પછી જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે ફોટો જુવો. ખરેખર ગુસ્સો ઓછો થઈ જશે. ગુસ્સો આવતાં જ જાણે તમે નરમાંથી વાનર અને માનવમાંથી દાનવ થઈ જાઓ છો. તમારું મોઢું જ ચાડી ફેંકતું હોય છે. આવું અણગમતું મોટું શા માટે બીજાને દેખાડવું ? ગુસ્સા વખતના રંગઢંગ જ કેવા ખરાબ હોય છે !? જો બાહ્યદૃષ્ટિએ તમે આટલા નીચે ઉતરી જતા હો તો ભગવાનની દૃષ્ટિએ કેટલા નીચે ઉતરી જાઓ ? સિદ્ધ પરમાત્માની દૃષ્ટિએ કેટલા નીચે ઉતરી જાઓ ? કયાં એ શાંત 99