________________ કર્મસત્તા કરી રહી છે. માટે સાવધાન થઈ સમતા પૂર્વક તેને સહન કરી લે, બચી જઈશ. બાકી ફસાઈ જઈશ.” બસ! સામેવાળી વ્યક્તિનો જો આટલો મીઠો સંદેશો સાંભળતા શીખી જઈએ તો પછી સામેવાળી વ્યક્તિના ગમે તેવા કડવા શબ્દો ઉશ્કેરાટ પેદા ન કરી શકે, ગુસ્સો થઈ ન શકે. ( હકીક્ત પણ એ જ છે કે - પૂર્વે કરેલા કર્મ જ ઉદયમાં આવવાથી જીવને સુખની કે દુઃખની અનુભૂતિ થાય છે. જો તમે જ બાંધેલા અશુભ કર્મ ઉદયમાં આવી રહ્યા હોય તો પછી અપમાન વગેરે દુઃખો સહન કરવા જ રહ્યા. સામેવાળી વ્યક્તિ તો માત્ર તેની ડિલીવરી' તમારા સુધી કરે છે. મતલબ કે તે તો માત્ર મેસેન્જર' છે. 'ક્રિએટર' નહીં. જો તમારા કર્મ સીધા હશે તો સામેવાળો ગમે તેટલો દુર્જન હશે તો પણ તે તમારો વાળ વાંકો કરી શકે તેમ નથી. તથા જો તમારા કર્મ જ વાંકા હશે તો સામેવાળો ગમે તેટલો સજ્જન હશે, પણ તેને તમારી સાથે વાંકા ચાલવાનું મન થયા વિના રહેશે નહીં. મતલબ સાફ છે કે આ તમામ ઘટનાનો દોરીસંચાર કર્મસત્તાના માધ્યમે થઈ રહ્યો છે. તમને તીખા શબ્દો સંભળાવનાર તો તેનું રમકડું છે. તમારો દુશ્મન, તમને હેરાન કરનાર જો કોઈ હોય તો તે સામેવાળી વ્યક્તિ નથી. પણ, કર્મસત્તા છે. મરચું-મસાલો નાખી બનાવેલું તુંબડીનું શાક સ્વાદિષ્ટ ન બની શક્યું. કારણ કે મરચું-મસાલો વ્યવસ્થિત હોવા છતાં મૂળ તુંબડી જ કડવી નીકળી. ઘણાં મહેમાનો આવવાના હોવાથી ઉતાવળમાં કડવી તુંબડી જ રંધાઈ ગઈ હતી. આવું શાક તો મહેમાનોને પીરસી શકાય નહીં. કારણ કે એમાં તો પોતાની આબરુ જ ન રહે. અને તેને ફેંકી દેતા પણ જીવ ચાલતો નથી. કારણ કે ઘણો ઊંચી જાતનો મરી મસાલો નાંખ્યો હતો. અવઢવમાં હજુ એ બાઈ રમતી હતી ત્યાં તો ધર્મલાભ !' શબ્દ કાને પડ્યો.