________________ લાગવો જોઈએ. જો કિંમતી ખજાના જેવો આત્મા લાગે તો ગુસ્સો થી આવવાનો પ્રશ્ન જ ન રહે. આ પોલિસી એ જ કહે છે કે આત્મા ઉપર તમારો ભાવ-સદ્ભાવ વધારો. આત્માને કિંમતી ખજાના તરીકે જુવો અને ઓળખો. અત્યંત કિંમતી ચીજ જ આપણને ભૂલાઈ રહી છે. જ્યારે પણ નવરા બેઠા હો ત્યારે માનસિક સૃષ્ટિ ખડી કરો કે જાણે પાંચે પરમેષ્ઠી ભગવંતો આપણને આપણું ભૂલાઈ ગયેલું સ્વરૂપ યાદ કરાવે છે. તેઓ જાણે કહી રહ્યા છે કે “આત્મન્ ! તું અમારા જેવો જ છે. તારા અને મારા વચ્ચે કોઈ જ તફાવત નથી. છતાં તું દુઃખી છે અને હું પરમ સુખી છું. તેની પાછળ કારણ એટલું જ છે કે શરીર અને શરીર સાથે સંબંધ ધરાવનારી વ્યક્તિ પ્રત્યે તું મમતા બાંધી રાખે છે. અમે શરીર અને શરીર સાથે સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓ પ્રત્યેની મમતા છોડી આત્મા અને માત્ર આત્મા સાથે સંબંધ ધરાવનાર તમામ સગુણો સાથે નાતો જોડ્યો. માટે અમે શરીરમુક્ત બની પરમ સુખી બન્યા. તું પણ મમતા છોડી દે. પછી તું પણ પરમસુખી થઈ જઈશ. શા માટે તારા મૂળ સ્વરૂપને તું ભૂલી જાય છે ? નિગોદમાં પણ જે જલતો અને જીવતો હતો તથા નિર્વાણમાં પણ જે જાજ્વલ્યમાન રહેવાનો છે એવો ચૈતન્યનો તું અખંડપિંડ છે, વિજ્ઞાનઘન છે, આનંદથી ઠસોઠસ ભરેલો છે.” પંચપરમેષ્ઠીના મુખકમલમાંથી ઝરતા આ શબ્દોને જેટલા વધુમાં વધુ ઘૂંટીએ તેટલી આત્મસ્વરૂપની વિસ્મૃતિ હટી જાય. સ્મરણનો દીપક ઝળહળતો થાય. આત્મા અત્યંત મૂલ્યવાન જણાય. પછી એને લૂંટાતો જોઈ ન શકાય, એનો બગાડ જોઈ ન શકાય. અને ક્રોધ પણ થઈ ન શકે. આત્મા મુખ્યતયા કષાય કરે છે - પોતાના શરીર, કપડા, મકાન, ધન, પ્રતિષ્ઠા વગેરેને માટે. પણ જ્યારે ખબર પડે કે આ તો પાંચ પૈસા માટે 500 કરોડ રૂપિયાને ખર્ચી નાંખવા જેવી બાબત છે તો પછી તે માણસ ક્રોધ કરી શકે ખરો ? કારણ કે શરીર, કપડાં વગેરેની કિંમત તો 5 પૈસા જેટલી છે. તેની સામે આત્માનો ક્ષમા સદ્ગણ 500 કરોડથી પણ અધિક કિંમતી છે. તો 500 કરોડથી પણ વધુ કિંમતી ક્ષમાને