SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એ હેતુથી અનેક પાશ્ચાત્ય વૌજ્ઞાનિક અને ડાકટરોના અભિપ્રાય આ. પુસ્તકમાં ટાંક્યા છે, એટલું જ નહીં પણ અમુક પદાર્થોનું તથા કથનનું ચિત્રો દ્વારા એટલે કે Visual reflection આપીને કુમળા માનસ પર આ પુસ્તકના કથનની સ્પષ્ટ છાપ ઊભી થાય તે માટેના પણ પ્રયત્ન કર્યા છે. આ પુસ્તકમાં આપેલા વિર્યાનિરૂપણને લોકભોગ્ય બનાવવા માટે અનેક પત્રો, સામયિકે તથા પુસ્તકોના અવતરણ આપવામાં આવ્યા છે. આ સંકલન ખરેખર ઉપયોગી. તેમજ અભિનંદનને પાત્ર છે. આપણા પૂર્વાચાર્ય જ્ઞાની ભગવંતોએ પ્રવચન-સારોદ્ધારમાં ધર્મસંગ્રહમાં અને શ્રાવક વ્રતના ભોગપભોગ-પરિમાણ વ્રતમાં 22 અભક્ષ્યની વિશદ વિશ્લેષણ કરી છે. તે માત્ર ધાર્મિક ભાવના પૂરતી જ સીમિત નથી. આજના આરોગ્ય અને તબીબી વિજ્ઞાનનું પણ તેને સબળ સમર્થન મળ્યું છે, જે આપણે શ્રદ્ધાને વધુ ને વધુ દઢ કરે છે. શિબિરાર્થીઓ માટેનું આ એક મહત્ત્વનું પાઠ્યપુસ્તક (Text Book) છે, છતાંય દરેક નાના-મોટાં ભાઈ-બહેનોને જીવનના સાચા વિકાસ માટે મહત્ત્વનું માર્ગદર્શન આપે છે. દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ તરફથી આ ગ્રંથની પાંચમી આવૃત્તિ બહાર પાડતાં અમને આનંદ થાય છે. આ પાઠ્યપુસ્તક પૂજ્યપાદ પરમોપકારી તપોનિધિ આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનું સૂરીશ્વરજી મહારાજના શિષ્યરન પૂજ્ય પંન્યાસ શ્રી રાજેન્દ્ર વિજાજી મહારાજશ્રીએ સં. ર૦૦૧ની સાલમાં પાટણ મુકામે શિબિ૨માં “અશક્ય અનંતકાય વિચાર' પુસ્તકના આધારે આપેલ વાયનાના દિન ઉપરથી તથા અનેકવિધ પુસ્તક, માસિકો વર્તમાનપત્રો ઉપરથી સંકલન સંસ્કરણ સાથે કરેલું હોઈ કેન્દ્ર સૌનો આભાર માને છે. અંતમાં આ પુસ્તક બાળભોગ્ય બની શકે તેમ હોવાથી તથા બાળકેમાં બાળપણથી જ સંસ્કાર તથા સત્ય પ્રત્યેની અભિરુચિ જગાડી પ્રારંભથી જ તેઓ તેમના આહાર અંગે ભક્ષ્યાભને ભેદ
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy