________________ વનસ્પતિ–ઔષાધ-ધાન્યાદિ અને બીજી અભક્ષ્ય ગણતી કંદમૂળમાંસ-મદિરાદિ વાનગીઓ. હવે પ્રશ્ન થાય છે કે શું આ બધી જ વાનગીઓ ખાવી જરૂરી અને એગ્ય છે? ના. તે માટે યોગ્ય અને અગ્ય અર્થાત અનંત જ્ઞાનીઓએ આત્મહિતની દષ્ટિએ સમજાવેલ ભક્ષ્ય અને અભક્ષ્ય ખાનપાનનો વિવેક રાખવો મૂળ પાયામાં જરૂરી છે. આ વિવેક એટલા માટે આવશ્યક છે કે ભોજનથી કાઈ ખોટી અસર-વિકૃતિ–સ્વાસ્થહાનિ-મનની ખરાબી થાય નહિ કે આત્મહિત, જોખમાય નહિ અને પરલોકમાં ગતિ બગડે નહિ. તન-મન અને આત્માના ધડતર અને વિકાસને પાય શુદ્ધસાત્ત્વિક ભક્ષ્ય આહાર ઉપર છે. આહાર અશુદ્ધ-તામસી અને અભક્ષ્ય હશે તો જીવનમાં ઘણી ગરબડ થવાની. સ્વાશ્યને નુકસાન, સ્વભાવમાં કામ-ક્રોધને ઉશ્કેરાટ, સદાચાર અને સદ્દવિચારને લેપ...આ નુકસાન જેવું તેવું નથી ! જેવું અન્ન તેવું મન, અને જેવું મન તેવું જીવન. આ. અનુભવસિદ્ધ હકીકત છે. સાત્ત્વિક–શુદ્ધ ભક્ષ્ય આહારથી સવિચાર અને સદાચારની રક્ષા કે વૃદ્ધિ સારી બને છે તેમ અનુભવી-ત્યાગી-તપસ્વી અને યોગી પુરુષો કહે છે. અભક્ષ્ય પદાર્થ જેવાં કે કંદમૂળમાં અનંત જીવોની હાનિ, માંસ ઈંડાં-મચ્છીમાં પંચેન્દ્રિય જીવની હાની થાય છે. કેટલાકમાં અસંખ્ય ત્રસજંતુઓનો નાશ થાય છે. જેથી આત્માની પરિણતિ કઠોર-નિર્દય બને છે, મનની વૃત્તિઓ કરે છે, આત્મશાંતિ વિચલિત બને છે અને દુર્ગતિના આયુષ્યને બંધ સુલભ બને છે. આવા અનર્થકારી દેથી વિદ્યાર્થીઓને બચાવી લેવા માટે દર વરસે યોજાતી જૈન ધાર્મિક શિક્ષણ-શિબિરમાં નૈતિક અને આધ્યાત્મિક જીવનનું ઘડતર વિવિધ વિષયોના જ્ઞાનને બેધ સાથે કરવામાં આવે છે,