SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ પ્રત્યે વફાદારી : ત્યારે, જીવનમાં વફાદારી બરાબર પાળવામાં સામાની પ્રીતિ, કીર્તિ વગેરે લાભ મળવા ઉપરાંત માનસિક કેવી સરસ સ્વસ્થતા, આનંદ અને ઉછરંગ રહે છે, એ આઘે ક્યાં શોધવા જશો ? સાંસારિક જીવનમાં જુઓ કે સુશીલ પત્ની જો પતિના વિશ્વાસને વફાદાર રહી વર્તે છે તો એ એવા લાભ પામે છે કે નહિ ! પણ કુટિલ મોહમૂઢતાની એ અવળચંડાઈ છે કે આવા વફાદાર સ્નેહી ઉપર વિશ્વાસ નથી કરવા દેતો. મોહમૂઢ માણસ પત્નીની વફાદારી ઇચ્છવા છતાં પોતે સ્વામી તરીકેની વફાદારી બજાવવા તૈયાર નથી હોતો. સમાજ પોતાના પર વિશ્વાસ રાખે એ જોઈએ છે. પોતે એને વફાદાર રહેવું કે વર્તવું નથી. જ્યાંથી સ્વાર્થ સરે છે ત્યાં પણ જો આમ, તો પછી બીજાઓના વિશ્વાસને વફાદાર રહેવાનું તો ક્યાંથી જ બને ? મૂઢતાવશ માને છે કે “બધા મને વફાદાર વર્તા, હું બધાની પ્રત્યે વફાદાર ન રહું તો ય ગુનેગાર નથી. બીજા મને વફાદાર ન રહે તો એમનામાં માણસાઈ નથી, હું વફાદાર ન રહું છતાં માત્ર માનવ નહિ, સારો માનવ છું !' કેવી ઊંધાઈ ! આવો ઊંધો હિસાબ કોણ મંડાવે છે ? મૂઢતા. એ ઊભી રાખીને તો, પછી વફાદારી કેટલાય ક્ષેત્રમાં ચૂકાય છે ! કોઈએ કંઈક ખાસ વાત કરી તો એવા વિશ્વાસથી કરી છે કે “આ વાત આના પેટમાં રહેશે;' પરંતુ એ વિશ્વાસને વફાદાર રહેવાને બદલે એનો ભંગ કરીને બીજાને એ વાત કહી દેવાય છે ને ? અથવા કોઈએ પોતાના દોષની વાત કરી તે એ વિશ્વાસમાં કે આ કહેવા પર “સામો ગાંઠ નહિ વાળે, કિન્નો નહિ લે પણ વધુ સ્નેહાળ બનશે,' છતાં એ વિશ્વાસનો ભંગ કરીને શું શું નથી આચરાતું ? પિતા પુત્રને ધનમાલ સોપે છે, એ વિશ્વાસ પર જ ને ? અરે ! નાનેથી મોટો કરે છે એ પણ વિશ્વાસ પર જ ને ? આજે છડેચોક એનો ભંગ કેવો થઈ રહ્યો છે ? ગુરુ-શિષ્ય વચ્ચે કેટલા વિશ્વાસ અને એની વફાદારી ? ગુરુ ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy