________________ સ્તુતિ કરવાનો પ્રયત્ન. * એમ પાંચેય પરમેષ્ઠિના વિવિધ સ્વરૂપે સ્મરણ. * પરમેષ્ઠિ-જાપ વગેરેનું ખૂબ આલંબન જોઈએ. હવે ખાસ કરીને નરસી ભાવનાને દૂર કરવા માટે, મસ્તક પર સુકુલપણાનો ભાર રહેવો જોઈએ. એવો દેવ-ગુરુ-ધર્મનો ભાર. ધર્મી તરીકેની જવાબદારીનો જાગતો ખ્યાલ. પાપકાર્યોમાં આત્મ સ્વરૂપની કેવી વિટંબણા છે, ઉત્તમ ભવની કેવી વિટંબણા છે. પાપનાં નતીજા કેવા કેવા આવશે, સરવાળે લાભહાનિ શી શી, પાપ કાર્યમાં જે સાધન સામગ્રી વપરાય તેનો દુરુપયોગ કેવો થઈ રહ્યો છે ને સદુપયોગ કેવો ગુમાવાઈ રહ્યો છે, વગેરે વગેરે વિચારણા કરવી જોઈએ. તો શુભ ભાવના સુલભ બને. બાહુબલજીએ શુભ ભાવનાનો પુરુષાર્થ કર્યો તો એમાં આગળ વધીને મુઠ્ઠી વડે પોતાના કેશનો લોચ કરી સાધુ બન્યા ! માનવની કેટલી મહાન શક્તિ ! : માણસ ધારે તો કેટલા ઊંચા પરાક્રમ સુધી જઈ શકે ? અનાદિની ઘોર સ્વાર્થોધ બુદ્ધિ, વિષય-તૃષ્ણા, અને કષાય-કુશળતાની સામે, કેટલી વિશાળ પરમાર્થ બુદ્ધિ ! કેવો ગાઢ વિષયોનો તિરસ્કાર ! કઈ ઊંચી ક્ષમાદિની કુશળતા ઊભી કરી દીધી હશે ! ભાવી દીર્ઘકાળ સુધી દૃષ્ટિના ફોક્સ કેવા નાખ્યા હશે ! પાર્થિવ જીવનના ઊંડા સાગરમાંથી એકદમ જ ઊંચે આવી જ્ઞાન વૈરાગ્યમય આધ્યાત્મિક ભાવોના ગગનમાં વિહરવાનું કેવુંક કર્યું હશે ! ત્યારે જ દુન્યવી યુદ્ધમાંથી કર્મ સામેના યુદ્ધમાં ઝુકાવવાનું હોય ! ઉપાધિ થી સમાધિ તરફ 61