________________ “આવું ચારિત્ર પામીને, કિંપાક ફલ જેવાં ઝેરી વિષય-સુખોની કામના શી કરો છો ?' ત્યારે એના જવાબમાં રહનેમિએ “ઘરે જઈને ય મોક્ષ જઈ શકાય છે. એવો જવાબ આપ્યો છે. પોતે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીની દેશનામાં કદી સાંભળ્યું હશે કે- ‘ભવિષ્યમાં પાર્શ્વનાથ ભગવાનના ચાર શિષ્યો, તેમને કોઈ કેવળી ભગવાન ચરમશરીરી તથા તદ્દભવ મુક્તિગામી હોવાનું જણાવશે, ત્યારે આવી કેવળીની મહોર છાપ જાણી એ સંસારમાં જશે. એવા ય પણ પછી ફરી સંયમ લઈ અંતે એજ ભવમાં મોક્ષે જશે. રહનેમિએ રાજિમતીને કહ્યું. “શી કરો તો પાર્થપ્રભુ અણગાર જો, ઉપદેશ ઘર ઠંડી થશે મુનિ ચાર જો, તે ભવ મુક્તિ સુણીને કિમ જઈ ઘરે વસ્યા છો ?' એ આ દૃષ્ટાંત આગળ ધરી કહે છે, “આવાની પણ મુક્તિ થાય, માટે મૂકી દે સંયમ, તું યુવતી, હું યુવાન ! મોજ કરીએ. મુક્તિ આથી કાંઈ અટકવાની નથી.' મોહના પ્રકારોના નાટકોનો પાર પામી શકાતો નથી : પ્રશ્ન થશે કે-“ચરમશરીરી સાધુને, પોતાનું ચરમશરીરીપણું તથા તભવમુક્તિગામીપણું કેવળીના મુખે સાંભળી ઘરે જવાનું મન થાય, એ કેમ બને ?' પણ મોહના ઉદય વિચિત્ર છે એટલે એમ બન્યું ! રહનેમિ એટલે કોણ ? તીર્થકર ભગવાન નેમનાથ સ્વામીના ભાઈ, રુડું ચારિત્ર પાળી રહ્યા છે, ચરમશરીરી છે, એને સાધ્વી રાજિમતી સાથે વિષયસુખ ભોગવવાનું મન કેમ થાય ? રાજિમતી એટલે ઉત્તમ સાધ્વી ! એટલા માટે જ જ્ઞાની કહે છે કે, મોહના નાટકોના પ્રકારનો પાર પામી શકાતો નથી. દુનિયામાં અભુત પ્રકારો પડેલા છે. દોષમાં બેઠેલા માનવીને અસર થતાં વાર શી ? રાજિમતી મોહરાજાના નાટકનું રહસ્ય સમજનારી હતી, એટલે રહનેમિએ ગમે તેમ લલચાવી પણ એને અસર ન થઈ, ઊલટું ઉપદેશ દઈ રહનેમિને પણ પાછા માર્ગસ્થ 46 ઉપાધિ થી સમાધિ તરફ