SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવિધ તાપની પીડા નહિ. રત્નત્રયીના શરણ વિના જીવનમાં છૂટકો નથી, બીજો ઉપાય નથી; હોય તો બતાવો ! રત્નત્રયી એ ઔષધરૂપ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ત્રણેય ઔષધરૂપ પણ તેમાં જોરદાર ઔષધ કહેતા હતા, આજે આ જુદું ?' જુદું નહિ અને જુદું ખરું ! સમ્યકત્વને જોરદાર ઔષધ કહેતા હતા એ વાત સાચી. સમ્યકત્વ એટલે ?- “ધર્મ પર અનન્ય શ્રદ્ધા રાખો, સંસારને અસાર માનો, સારું જે બને તે બનાવો, ન બને તે માટે અકળામણ અનુભવો. પાપને ય માન, ધર્મના ગુણગાન ગાઓ.” આ સમ્યકત્વ, એમાં ના નહિ પણ હિસાબ તો તપાસો ? 1010, 15-15 કે 20-20 વર્ષથી એમ સાંભળ્યું, માન્યું, હવે આધિવ્યાધિ-ઉપાધિના તાપમાં ઘટાડો થયો કે વધારો ? જો ઘટાડો નહિ, તો સમજો કે હવે ચારિત્ર એ જોરદાર ઔષધ સેવવાનું. ચારિત્ર એટલે ઓધો જ એમ નહિ, ઓઘો લેવાય તો સારી વાત; ન લેવાય તો વ્રત, પચ્ચકખાણ. વિરતિ. શાસ્ત્ર કહે છે, કેટલીકવાર એના સારા અભ્યાસ પછી નિશ્ચય-સમ્યકત્વ આવે. પરિગ્રહ એ આત્માની પૂંઠે પડેલી બલા છે : વ્યવહારથી તો દર્શન-ઔષધ ઘણું પીધું; પણ આધિ-વ્યાધિઉપાધિના તાપ વધી રહ્યા છે એને શાંત કરવાનો ઉપાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પંચાશકમાં ચારિત્રથી બતાવે છે. પહેલા પંચાશકમાં વિશેષરૂપે ચારિત્ર લીધું; દર્શનની બહુ વાત ન કરી, જ્ઞાનનું ઘણું પિંજણ ન કર્યું, પણ લગભગ ત્રતોની જ વાત કરી. ત્યાં કહ્યું, શ્રાવક વ્રતો લે. આ શું સમજીને ? યુગોના આધિ-વ્યાધિ-ઉપાધિના તાપોને શાંત કરવા માટે અણમોલ ઔષધ વિરતિ છે. એ વસ્તુ નજર સામે રાખી વિચારો. વિરતિ હોય એટલે ઝટ થાય, પચ્ચકખાણ છે, પાછો હટ' હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મનો ચૂલથી ત્યાગ, પરિગહ પરિમાણ, વ્રત ન હોય તો તો આધિ-વ્યાધિ-ઉપાધિના અનહદ તાપ અવશ્ય થવાના, આધિ એટલે માનસિક ચિંતા. કોઈને બજારમાં સોદાનું વલણ ઉપાધિ થી સમાધિ તરફ 41
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy