________________ કટકા થઈ જવા છતાં તરવાનું પાટિયું પામ્યો, બચ્યો અને સમુદ્રના કિનારે આવી પહોંચ્યો, એમાં ભાગ્યનો મને જીવતો રાખવાનો અને માનવપણાના ફળ પમાડવાનો કોઈ ગુઢ સંકેત લાગે છે !' નહિતર ત્યાં જ કેમ ડૂબી ન મરત ? કહે છે ને કે “અણી ચૂક્યો સો વરસ જીવે !" માટે આપઘાત નકામો છે ! આ વિચાર નથી માટે આપઘાત કરવા તૈયાર થઈ ગયો છે. વસ્તુના એંધાણ પરખીને ચાલો : માણસ જો એટલું દેખે કે- “અમુક અમુક બાબત બની ગઈ, અગર બની રહી છે, એ આ-આ સારી-નરસી વસ્તુની સૂચક છે,' તો પછી સારી વસ્તુને અનુકૂળ અને નરસીને પ્રતિકૂળ વર્તાવ રાખે, પણ એથી ઊલટું નહિ. પરંતુ આ નથી જોવાતું માટે નુકસાનકારી પ્રવૃત્તિ કરાય છે. બાકી જીવનમાં બનતા બનાવો એ તો કેટલીયવાર સારા-નરસા રખાય તો કેટલાય હિતને વિકસાવી શકાય અને અહિતને સંકોચી શકાય. સટોડિયા પાયમાલ કેમ થાય છે ? : એક, બે, ચાર વારના ખોવાના પ્રસંગમાંથી કમ ભાગ્યની એંધાણી પરખતા નથી માટે. ક્યારેક કોઈ સારો માણસ મળી ગયા પછી સારા લાભને અનુકૂળ વર્તવામાં કેમ ખામી રખાય છે ? એ જોવાતું નથી કે “મને આવો સારો માણસ અચાનક કેમ મળે ? એને અકસ્માતુ કેમ મારી સાથે વાત કરવાનું બને ? જરૂર આમાં કોઈ શુભ ચિન પડેલા છે. તો આમને હું સારી રીતે વધાવી લઉં.' શુકન, મુહૂર્ત, અંગફુરણ, સહજ ત્રાહિતના સહજ શબ્દોનું શ્રવણ વગેરે કેઈ નિમિત્તો શુભ-અશુભની એંધાણી આપે છે. પથારીમાંથી સવારે ઉઠ્યા અને અજીર્ણનો ઓડકાર આવ્યો, એ શું છે? પેટની અસ્વસ્થતાનું સૂચન. હવે જો એના પર ચેતી જાય અને ભોજનનો ત્યાગ કરે તો અજીર્ણનું આગળ પૂછડું ન ચાલે, પણ ઠેકાણું પડતું આવે. 38 ઉપાધિ થી સમાધિ તરફ