SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે, ભાગ્ય પર જેને વિશ્વાસ નહિ હોય, એ તો ચડભડાટ કરશે કે “આણે મારું બગાડ્યું... પેલાએ બગાડ્યું..' વળી પુરુષાર્થના અભિમાનથી નવું ખેડવા જશે ને વધુ ગુમાવશે. વળી વખત નબળો છે એટલે હમણાં ભગવાન, ધર્મ વગેરેને બહુ ક્યાંથી ભજાય ? ઊલટું એ તો ટૂંકે પતાવવું પડે...” એમ લોચા વાળશે. એને સમાધાન કરતાં નહિ આવડે. સમાધાનવૃત્તિનો ઉપાય : સમાધાનવૃત્તિ એ તો શાંતિ અને સ્વસ્થતા જાળવવા માટેનો એક મહાન ઉપાય છે. ઘરમાં કદાચ કલેશ થયો, કુટુંબી કોઈ ચડભડ્યો, તો એ સમાધાનવૃત્તિ મન મનાવી લે છે કે આપણું પુણ્ય ઓછું હોય ત્યાં તદન કલેશ રહિત શાંત ખુશનુમાં વાતાવરણ ક્યાંથી મળે ? વળી એ પણ વસ્તુ છે કે જેમ હું ય કોઈ વાર કલેશ કરું છું અને વાજબી માનું છું, તેમ આમને પણ કલેશ કરવો વાજબી લાગતો હોય એ બનવા જોગ છે. આમને ય મારા જેટલા હક જરૂર છે.' અથવા “આમને બિચારાને કલેશ કરવો પડ્યો એમાં ય દુર્ભાગ્ય મોટું કારણ છે તેથી આ તો દયાપાત્ર છે. હે ભગવાન ! આમને સબુદ્ધિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાઓ.” અથવા એમ પણ થાય કે “આ તો સંસાર છે. એમાં વિષમતાઓ આવ્યા કરે. માટે સંસારના સ્વભાવની સામે ઉદ્વેગ શા કરવા'તા ? હોય, સારું-નરસું બધું ચાલ્યા કરે.' અથવા, ‘ભવિતવ્યતા બળવાન છે. એ એના ભાવ ભજવે જ છે; તો આપણે આકળા-ઉતાવળા શા સારુ થાવું ?' - આવી એક યા બીજી રીતે પણ સમાધાન કરી લેતાં આવડે તો પોતે કલેશમાં નહિ પડે; ને સામાના કલેશને વધારી નહિ મૂકે. બીજી રીતે બધી અનુકૂળતા હોય, છતાં જો કલેશ થયો તો એ પેલી અનુકૂળતાઓને વિસાતમાં નથી રહેવા દેતો. બધામાં જાણે ઝેર પડ્યું 34 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy