________________ પરિવાર સાથે મિજાસથી વર્તે તો એની અપ્રીતિ-દુર્ભાવ ઊભા થાય છે. કર્મના ઉદય બે જાતના : આ બધું શું સૂચવે છે ? અલબત સાવચેતી-સાવધાનીથી વર્તવામાં પણ કોકવાર નુકસાન આવે છે, નથી આવતા એમ નહિ. પરંતુ એમાંથી એ સૂચિત થાય છે કે આત્મામાં એવા કેટલાંય કર્મ હોય છે કે જેને નિમિત્ત મળે તો ઉદયમાં આવવાનું થાય; ત્યારે કેટલાંક એવાં કર્મ છે કે જે નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના જ એના નિર્ધારિત સમયે ઉદયમાં આવે જ. પ્ર.- નિમિત્ત નહિ મળવાના અભાવે ઉદય નહિ આવતાં કર્મોનું શું થતું હશે? ઉ.- ચિંતા કરશો નહિ. સિલિકમાં રહેલાં કર્મ ઉપર તો ઘણી પ્રક્રિયાઓ થાય છે. એનું કારણ એ કે કેટલાંય કર્મ શિથિલ બંધવાળા હોય છે, ને એમાંથી પોતાની જાતની બીજી પ્રકૃતિમાં સંક્રમણ થાય છે. દા.ત. અશાતા વેદનીય કર્મનું શાતા વેદનીય કર્મમાં સંક્રમણ; અથવા શાતાનું અશાતામાં સંક્રમણ. એમ, ઉદ્વર્તના અપવર્તનાથી પણ કર્મની કાળસ્થિતિના વૃદ્ધિ-છાસ. એમ કેટલાક કર્મ એનો રસાનુભવ કરાવીને આત્મા પરથી ખરી જવાને બદલે માત્ર પ્રદેશોદયથી ખરી જાય છે. એમાં એના રસનો અનુભવ નથી થતો. આવું કામ ચાલુ જ છે. હા, એવા ઢીલાં કર્મોને તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના નિમિત્ત મળી જાય તો ઉદયમાં આવી જાય. નહિતર ન આવે. જેમકે, જ્ઞાન મેળવ્યા પછી જો એનું વારંવાર આવર્તન ન કર્યું તો જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવી જાય, અને ભણેલું ભૂલાઈ જાય છે. એમ, વૈરાગ્યાદિથી કષાય મોહનીય, કામ મોહનીય, કે હાસ્યાદિ મોહનીયને દબાવ્યા છતાં જો તેવા ખોટા નિમિત્તને સેવ્યાં, કે બાધક સંયોગોમાં જઈ ઊભા, તો કષાય મોહનીયાદિ કર્મ ઉદયમાં આવવા તૈયાર છે ! ઉપાધિ થી સમાધિ તરફ