________________ શિખામણ આપી હતી, પણ ચડસ-મમત આગળ શું કરે છે ? જમાલી પણ મમતમાં ભીંત ભૂલ્યો. પ્રભુ મહાવીરદેવનો વિરોધ કર્યો, પ્રભુને ખોટું કહેનારા માન્યા. સમ્યકત્વ ગુમાવ્યું ! ઉસૂત્રભાષી થઈ દીર્ધ સંસારી થયો ! શાના ઉપર આ બધું ? મમત ઉપર. “મને જે લાગે છે, જે નજરે દેખાય છે, તે ખોટું શાનું હોય ? બસ ! એજ સાચું.'- એવા મમત ઉપર કેટલું ય બીજું સારું ગુમાવવાનું થાય છે. ચડસ અને મમતનું સ્વરૂપ : ઓળખી લેજો ચડસ અને મમતને. ચડસમાં તીવ્ર લાલસા અને લંપટપણું છે, મમતમાં તીવ્ર પકડ અને દુરાગ્રહ છે. સુમ ચક્રવર્તીને ચડસ લાગ્યો કે “છ ખંડ નહિ, બાર ખંડનો ચક્રવર્તી થાઉં.” અને એણે લવણ સમુદ્ર ઉપર વિમાન લઈને ધાતકી ખંડમાં જવાનું કર્યું. બ્રહ્મદત્તને મમત જાગ્યો, “દુનિયાના એક પણ બ્રાહ્મણને ન છોડું, બધાની આંખો ફોડાવી નાખું ત્યારે જંપુ;' બંને ય મરીને સાતમી નરકમાં સીધાવ્યા ! ચડસ કેઈ જાતના હોય છે. જુગારનો ચડસ, સટ્ટાથી લાખો કમાઈ લેવાનો ચડસ, પરદારા ભોગનો ચડસ, સારું સારું ખાવાનો ચડસ, બધે રોફ જ બતાવવાનો ચડસ, સત્તા ભોગવવાનો ચડસ,....કઈ જાતના ચડસ હોય છે. અહીં પ્રશ્ન થાય, પ્ર.- તો પછી કોઈને ક્ષમા જ રાખવાની ટેવ હોય પરોપકારની જ તમન્ના હોય, અહિંસા-સત્યની જ ધગશ હોય, તો શું એ ચડસ ન કહેવાય ? ઉ.- ના, એ તો તીવ્ર શુભ અભિલાષા છે, સારી અત્યંત રુચિ છે, અતિશય સપ્રેમ અને સાગ છે, ચડસ નથી. ચડસ અને મમત તો ખોટી વસ્તુના કહેવાય, દુર્ગુણ-દુષ્કૃત્યોના કહેવાય. વીર પ્રભુ ઘોર તપ કર્યો ગયા, તે એમને તપનો શું ચડસ હોવાનું 1 4 ઉપાધિ થી સમાધિ તરફ