________________ પિતા પાસે ધન તો ઘણું હતું પણ ભાઈને પરદેશ જઈ આપ કમાઈ કરવાના કોડ જાગ્યા ! માતાપિતાને કહે છે, ‘મારે પરદેશ વેપાર કરવા જવું છે.” પિતા કહે છે, “શા સારુ ? અહીં આપણી દુકાન ચાલે છે તેમાં ખુશીથી વેપાર કર.' પેલો કહે, “ના, એમાં મારો પુરુષાર્થ શો ? મારે તો આપકમાઈ કરવી છે. સાત્વિક માણસો બાપ-કમાઈ પર નથી જીવતા. હવે હું મોટો થયો છું માટે આપકમાઈ કરી ધન લાવીશ.” પિતા કહે, ‘તો તું અહીં જ જુદી દુકાન અને જુદો વેપાર કર.” ના, અહીં ગામમાં ને ગામમાં શી બહાદુરી ? હું તો પરદેશ જઈ વેપાર કરીશ.” માતાપિતાએ ઘણું સમજાવ્યો, પરંતુ એ એકનો બે ન થયો. પરદેશમાં જોખમ, સ્વજનોનો વિયોગ, ધર્મસાધનામાં અંતરાય, વગેરે વગેરે ઘણું સમજાવ્યું પણ મનમાં પરદેશનો ચડસ જાગ્યા પછી એના પર વિચાર જ કોણ કરે છે ? માતાપિતાએ એ પણ કહ્યું કે- “ભાઈ ! તને ઉછેરી મોટો કર્યો તે અમારી આંખ આગળ તને સુખી જોવા. તું જાય, પછી અમારે તો ઝુરવાનું ને ? અને આપણને જરૂર કરતાં વધુ મળ્યું છે. આ બધું તારું જ છે. હવે ઉપર ઢેર કરીને શું કરવું છે ? જીવન જીવવામાં એનો શો ઉપયોગ ? સંતોષ અને ધર્મસાધના એજ માનવ જીવનના અલંકાર છે, એ જ સાચી સમૃદ્ધિ છે. માટે સંતોષ રાખી પરદેશનો વિચાર છોડી દે. ચડસ અને મમતનાં તોફાન : ચડસ અને મમત ‘હિતની ગમે તેટલી જોરદાર શિખામણ પણ સાંભળવા દેતા નથી, એક વસ્તુનો ચડસ જાગ્યો અને આગ્રહ પકડ્યો એટલે સમજો કે એક ગ્રહ વળગ્યો ! સુજ્ઞ માણસે તો એ ઊભા થાય ઉપાધિ થી સમાધિ તરફ