________________ વાતવાતમાં પૂછી લે છે, “કેમ ધંધો શો કરો છો ?" દરદી ભલે ને મોતી પરોવતો હોય પણ પોતાની ઠાંસ બતાવવા કહેશે “ઝવેરાતનો ધંધો ચાલે છે,' એટલે ડૉક્ટર વિચારે છે કે હવે વાંધો નહિ પછી સાચવીને કહેશે, “જુઓ આ તમને જે છાતીમાં દુઃખે છે, તેનાથી જરા સાવચેત રહેવાનું છે. તમારું સ્ક્રીનીંગ કરવું પડશે, બ્લડટેસ્ટ, કફટેસ્ટ, યુરીન ટેસ્ટ... બધી તપાસ આપણે કરી લઈએ. જરાય ચિંતા કરશો નહિ, સારું થઈ જશે...' બસ દરદીને ઉતાર્યો વહેમમાં, અને નાણાં કોથળી સાવધાન કરવામાં ! દરેક તપાસનાં જુદાં બીલ, ઉપર ઇંજેક્શનો, પેટંટ દવાઓ,... ખાસું રૂપિયા 30-40 નું આંધણ ! અને દરદી પાછો સંતોષ માને છે કે- “સારું થયું બધી તપાસ થઈ ગઈ. ડૉક્ટર બહુ લાગણીવાળો.” વ્યાધિઓના તાપની પણ કરુણ કથની છે. કેટલાય પૈસા, કામો વગેરે બગાડે છે. ઉપાધિ એટલે આધિની સ્ટીમરમાં બેસવાનો પાસપોર્ટ : આધિ-વ્યાધિ-ઉપાધિના તાપનું પૂછશો નહિ ! હવે ઉપાધિ-ઉપ એટલે પાસે, પાડોશમાં, અને “આધિ' એટલે સંકલ્પ-વિકલ્પ, સંતાપ, અજંપો વગેરે. આધિ પાછી આવી ! આધિની સમીપ લાવે તે ઉપાધિ. જેની પડોશમાં આધિ રહે તે ઉપાધિ. કોણ એ? પૈસાટકા, માલમિલકત, સ્ત્રી, પુત્ર, દુકાન પેઢી, માન-સન્માન વગેરે ઘણું ઘણું, યાવત્ કાયા સુધ્ધાં, એ ઉપાધિ. એકલો પડ્યો રહે તો, શાંતિમાં હતો, લગ્ન કર્યા એટલે આધિની પડોશમાં રહેવા આવ્યો; માટે લગ્ન એ ઉપાધિ. પુત્રની ઝંખના કરી, નહોતો તે પુણ્ય મળ્યો, એટલે હવે આ આધિની પડોશમાં રહેવા ગયો ! વિચારો કે શું જોઈને આ મૂર્ણ આત્મા, આધિવ્યાધિ-ઉપાધિના એમ ત્રિવિધ તાપવાળા સંસારમાં ઠરી ઠામ બેસી શકતો હશે ! ત્રણે કાળમાં આત્માને આ ત્રિવિધ તાપો સતાવી રહ્યા છે. ત્રણે કાળ એટલે ગત ભવ, આ (વર્તમાન) ભવ, અને આવતો ભવ. ત્રણે કાળ એટલે કાર્યના બનવા પહેલાંનો કાળ, કાર્ય બનતી વખતનો કાળ, અને કાર્ય પછીનો કાળ. ત્રણે કાળમાં આત્મા આધિ ઉપાધિ થી સમાધિ તરફ