SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ કેવા ત્રાસ ગુજારે છે : રાજાને એમ થાય છે કે “આ સૂતેલા સાપને જગાડવા જેવું મેં શું કર્યું ? જુઓ, પ્રેમનું પારખું કરવાની ઉપાધિ એણે ઊભી કરી તો મંત્રીની સ્ત્રીના મૃત્યુનો અને પોતાના હૃદયદોહનો કલેશ વહોરવો પડ્યો ! અને હવે આટલેથી થોડું જ પતવાનું છે ? હજી તો મંત્રીનો મહાન પ્રશ્ન અને લોકમાં આબરૂનો મોટો સવાલ ઊભો છે ! કહો, ઉપાધિ કેવા કેવા ત્રાસ ગુજારે છે ! ઉપાધિ ઊભી કરવી સહેલી છે પણ એના પ્રહાર સહન કરવા ભારે છે ! માણસને સંતોષવાળી ઉપાધિઓ ન વધારવામાં જીવન મુંજી જેવું લાગે છે, પણ એ એની સરાસર અજ્ઞાન અને મૂઢ દશા કે બીજું કાંઈ ? ઉપાધિ એટલે સંસાર-પારધીની જાળ : પરલોક-દષ્ટિ જાગ્રત નથી હોતી, આધિ, વ્યાધિને બદલે તત્ત્વદૃષ્ટિ અને તત્ત્વ-સંવેદન દ્વારા કેવુંક ભવ્ય જીવન જીવી શકાય છે, એનું ભાન નથી હોતું એટલે એ ઓછી ઉપાધિમાં મૂઢતાથી મનનું માનેલું મુંજીપણું ટાળવા માટે હાથે કરીને સંસારરૂપી પારધીની ઉપાધિ રૂપી જાળને પોતે જ પહોળી કરી આપે છે, ને જાતે એમાં ફસાય છે ? પછી એમાં પારધીની જાળમાં ફસાઈ પડેલા મૂઢ પંખેરાની માફક કરુણ હાલ સિવાય બીજું શું પરિણામ આવે ? આજે જુઓ તો દેખાશે કે જીવનમાં તત્ત્વ-દષ્ટિ અને તત્ત્વસંવેદનને વિસારી કઈ જાતની ઉપાધિ ઊભી કરાય છે, તો એની પાછળ કેટ-કેટલા પ્રપંચો અને લોભ, મદ, અનીતિ અસત્ય વગેરે માનવતાના વિનાશક દુર્ગુણો સેવવામાં આવે છે ! કેળવાયેલા ગણાતાને તૃષ્ણા વધતી જાય ત્યારે વિચારવું પડે કે તે કેળવણી અર્થાત્ સંસ્કારિતા થઈ છે કે અસંસ્કારિતા ? દેશસેવાના દાવા હેઠળ મળતા હોદ્દા પર બેસી લાંચરૂશ્વતથી પાપી પેટ-પટારા ભરવાનું હિચકારું જીવન જીવાય ત્યારે પૂછવું પડે કે એ તે દેશ-સેવા ઉપાધિ થી સમાધિ તરફ 1 2 3
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy