________________ જો જો આ સાર-ગ્રહણ. વસ્તુ તો એની એજ દેખાવાની છે, છતાં બુદ્ધિમાન દૃષ્ટા એમાંથી અસાર પકડીને ખોટા સંતાપ ઊભો કરવાનું નથી કરતો, પણ સાર ગ્રહીને મનોરત્નને રાગદ્વેષથી મેલું થતું અટકાવી લે છે. એ મહત્ત્વનું છે. માટે અમલદારો બોલી ઉઠે છે કે “મહારાજ ! એવું તો આપ જ વિચારી શકો. અમે તો પામર છીએ. હાથીઓ અમને મળવાના નથી એ નિશ્ચિત છતાં, લોભાઈએ છીએ.' રાજાનું આશ્વાસન : બધું જોતાં જોતાં બંગલાની અંદર ગયા ત્યારે કુબેરની મા અને પત્ની બેફાટ રડી રહ્યા દેખાય છે. રાજા સમજી જાય છે રડવાનું કારણ. એમને રાજા કહે છે. હવે રડવાથી શું? આ જગતમાં એ નક્કી થોડું જ છે કે પહેલું કોણ મરશે અને પછી કોણ મરશે. કસાઈએ બકરાં ભેગાં કર્યા હોય, એમાંથી એ કોઈ બકરાંને પહેલો મારે ત્યાં બીજો બકરો રુએ કે “હાય ! મારા ભાઈને માર્યો ! એ કેવું નિરર્થક છે ! જાણે એને એ ખબર નથી કે “મારો પણ વારો આવવાનો છે.” માટે રડો નહિ; અને સંપત્તિની ચિંતા કરશો નહિ. મારે સંકલ્પ છે કે “અપુત્રિયાનું ધન લેવું નહિ.” હું શા માટે એવા જેટલા મરે એનું ધન ખાવા માટે છોકરો થાઉં? વનના દાવાનળમાં પશુપંખીઓ બળી રહ્યા હોય એનું માંસ ખાવા તો ગીધડા-શિયાળિયા દોડે ! તમે પુત્ર શોકથી બળી રહ્યા છો ત્યાં તમારા પ્રાણતુલ્ય ધનમાલને શું હું ખાઉ ? ના, આ બધી ય સંપત્તિ સુખેથી તમારી માલિકીમાં રહેશે.” જુઓ કુમારપાળની જીવન જીવતાં જીવતાં સાર ગ્રહવાની દૃષ્ટિ ! અપુત્રિયાના વારસદારોના કેઈના હૈયાં જીવનભર શેકી ખાય એવું ધનગ્રહણ એ સાર કે અસાર ? કદાચ મરેલો મનાતો જીવતો પાછો આવે તો ધન પાછું દઈ વિલખા થવું પડે, એ સાર કે અસાર ? ઉપાધિ થી સમાધિ તરફ 1 24