________________ વ્યાધિ ઉપાધિમય સંસાર કેવા કેવા સંતાપ આપે છે, અને એને મિટાવનાર જો કોઈ હોય તો તે સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રનો શુદ્ધ ધર્મ છે. માટે આપણે શ્રી પંચસૂત્રના વચનનો આધાર લઈ આટલી ભાવ-સમ્યગ્દર્શનની વિચારણા કહી. મંત્રીની પત્ની આઘાતમાં મરે છે !: મુનિ પોતાની હકીકત કહેતાં કહે છે, ચન્દ્ર ! જો, રાજાએ પત્ની ઉપર અધિક પ્રેમની ઉપાધિ કરી તો રાજાને પારખું કરવાનું મન થયું, અને હું લડાઈમાં મરી ગયો, એવા સમાચાર મારી પત્ની સરસ્વતીને પહોંચાડ્યા ! પત્ની એ સાંભળીને ક્યાં ઊભી રહે ? એના દિલને એટલો બધો આઘાત લાગ્યો કે એ ત્યાં ને ત્યાં પ્રાણનો નાશ થવાથી મડદું થઈને પડી ! મહાનુભાવ વિચારજે કે આપણા પ્રાણની આસપાસ કેટલા શિકારી ભમે છે ? જેમ જંગલના હરણિયાની આસપાસ શિકારી પશુ ઘૂમતા હોય છે, છતાં એ અજ્ઞાન પ્રાણીને હજી વિષય-સુખોની આરાધના સૂઝે છે, પણ આત્મહિતની સાધના સૂઝતી નથી; તેમ આ માનવ પ્રાણીને પણ જો સ્વાત્મહિતની પડી ન હોય અને એનો કોઈ પ્રયત્ન ન કરવો હોય ત્યારે એ વનવગડાના હરણિયા જેવું મૂરખ પ્રાણી કહેવાય કે બીજું કાંઈ ? રાજાના કહેણને કહેવા જનારો માણસ તો સરસ્વતીના મૃત્યુને જોતાં ગભરાઈ જ ગયો ! હવે તો બીજો વિચાર કરવાને અવકાશ જ નહોતો, એટલે સીધો ત્યાંથી આવીને રાજાને આ હકીકત કહે છે. રાજાને પશ્ચાત્તાપ : રાજાને આશ્ચર્ય તો થયું પણ સાથે પશ્ચાત્તાપ અને કલેશનો પાર રહ્યો નહિ ! મનને થયું કે “અરે ! આ મેં બીજાઓના ચઢાવ્યાથી કેવું ભયંકર સાહસ કર્યું ! બંનેનો પ્રેમ હતો એમાં મારે પારખું કરવાની શી જરૂર હતી ? અને મારે પારખું કરવાનો હક પણ શો હતો ? ઉપાધિ થી સમાધિ તરફ 116