SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? ઊલટું એને રાગથી સારી તરીકે જોયા પછી તો એ ન મળ્યાના ઓરતા થાય છે ! અને “મળે તો સારું, કેમ મેળવું' એવા એવા મનને સંતાપ થાય છે, તો વ્યવહારથી પણ શું સારું પરિણામ નીપજાવ્યું ? ઊલટું ન જોઈ હોત તો ચિત્ત જે સ્વસ્થ રહે તે રાગની નજરે જોયા પછી અશાંતિ-સંતાપની હૈયા-હોળી ઊભી કરી ! માટે જ રાગ વિના ઉદાસીન ભાવે જોવામાં મઝા છે. એવું જ આપણા તાબાની વસ્તુઓ પણ જેટલું રાગદ્વેષની નજરથી જોવાનું કરાશે એટલો સંતાપ અને દુઃખ થવાનું છે. વસ્તુ મળી તો રાખી લીધી, મળી છે તો વાપરી લીધી, પરંતુ રાગ-દ્વેષની આંધીઓ ચઢાવવાથી કોઈ જ લાભ નથી. આ માત્ર જડ અંગે જ સમજતા મા. જીવો માટે પણ એ જ ઉદાસીન દષ્ટિ રાખવાની છે. પરાયા માણસો ગમે તેવા રૂપાળા મીઠાબોલા, સેવાભાવી ઇત્યાદિ હોય, તેથી આપણને શું ? અથવા કૂબડા, કડવાબોલા, કે સ્વાર્થી હોય, તેથી ય આપણે એની સાથે શી લેવાદેવા ? એમને રાગ-દ્વેષથી જોવાની કોઈ જરૂર છે ? તત્ત્વ સંવેદનમાં આવવા માટે અહીંથી શરૂઆત કરવાની છે, કે આપણને નિસ્બત નથી તેવા લોકોને રાગ-દ્વેષથી નિહાળવાનું ઓછું કરતા આવીએ. ભલે તમને આ ઊંચી કક્ષા લાગે, પરંતુ કંઈક કંઈક પણ અભ્યાસ પાડવાની જરૂર છે. નિસ્બત વિનાનામાં ય નહિ પાલવે તો તો પછી જેની સાથે નિસ્બત છે, અર્થાત્ આપણા સ્વાર્થના સાધક યા ઘાતક છે, એને રાગદ્વેષ વિના ઉદાસીનભાવે જોવાનું આ જન્મમાં તો શું પણ પરભવમાં ય સંભવિત છે ખરું ? આત્મહિતકારી જીવ-અજીવ પ્રત્યે કેવું વલણ ? : અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે જયાં સુધી વીતરાગ દશા નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી આત્મહિતકારી તત્ત્વો પર બહુમાન દષ્ટિ રાખવાની છે, અનહદ નિર્મલ રાગ ધરવાનો છે. તો જ એમનું હાર્દિક આલંબન લેવાશે; અન્યને છોડી એમનું જ આલંબન કરાશે. એવું જ આત્મહિતના ઘાતક અને અહિતમાં નિમિત્તભૂત તત્ત્વ પ્રત્યે અરુચિ ઉપાધિ થી સમાધિ તરફ 1 14
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy