________________ નવકારવાળી ગણવાથી નથી આવતું. “સંસારમાં શો સાર છે ? ભગવાન કહે છે તે સાચું છે,' એમ એમ માત્ર બોલવા-માનવા પર નથી આવતું; પણ એની પાછળ તો હૃદયનાં વલણ અને ધોરણ ફેરવવા જોઈએ છે. જગત નિસ્સાર લાગે, જિન અને જિનવચન જ સાર, મહા સાર લાગે, હૈયું એમના પર ઓવારી જતું હોય ! આવું બધું ક્યારે બને ? સમ્યગ્દર્શનને પ્રગટાવનારી અને વધુ વધુ નિર્મળ કરનારી પ્રવૃત્તિઓને જીવનમાં ઝગમગતી રાખવામાં આવે. સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરદેવ ઉપર હૈયામાં અથાગ પ્રીતિ ઉભરાતી કરવી પડે, ભારોભાર ભક્તિ ઉછળતી રાખવી પડે. જિનપ્રીતિનો આકાર : એમ થાય કે “અહો ! મારા પ્રાણ, મારા સ્વામી, મુજ જીવનભૂત હે જિનેશ્વરદેવ ! નાથ તારો કેવો અચિંત્ય અનંત પ્રભાવ ! તારા કેવા અનંતાનંત ગુણરત્ન ! કેવો, પ્રભુ !, તારો જગત પર અને આ રાંક મુજ સેવક પર અનંતો ઉપકાર ! કેવું લોકોત્તર વિશ્વપ્રકાશી તારું શાસન ! હે દેવોના પણ દેવ ! યોગીઓના પણ યોગીશ્વર ! શાસકોના પણ શાસક ! મનને થાય છે કે, તારા મૂલ્યાંકન રૂપે અને તુજ ઉપકારોની કૃતજ્ઞતારૂપે હું તારી શી શી સેવા કરી લઉં ? મારું શું શું તને ન સમર્પી દઉં ? હે મારા નેત્ર ! હે મુજ હૃદય ! તું તો યોગીઓને પણ અકલ, જ્ઞાનીઓને પણ અગોચર, તને હું શું કળી શકું ? શું સ્તવી શકું ? વહાલા વિભુ ! બસ, હું તો તારા ચરણે મારા આત્માને અર્પણ કરું છું, મારે તું જ શરણ છે, તારું સમસ્ત પ્રવચન જ સાંગોપાંગ શરણ...” આવા આવા અંતરમાં નાદ ગાજે. એની સાથે એ નાથ, અને એમના મુનિઓની ભાવભરી સેવા-ભક્તિ, તથા જીવદયા, તીર્થસેવા, સંઘસેવા, નમસ્કાર મંત્રની ઉપાસના, શાસ્ત્ર લખાવવા, એની વાચનાઓ કરાવવી, વ્રત-નિયમો, ત્યાગ-તપસ્યા, જ્ઞાન-ધ્યાન, વગેરે કઈ શુભ પ્રવૃત્તિઓ હોંશે હોંશે આદરવી જોઈએ. તત્ત્વપરિણતિ ન આવી હોય તો એ લાવવા માટે આની જરૂર છે, ને આવી હોય તો એ આની આની જ પ્રેરણા કરે છે. ઉપાધિ થી સમાધિ તરફ 1 1 1