________________ (ii) હેય તત્ત્વની પરિણતિ : હવે જુઓ, સર્વજ્ઞ ભગવાને પાપ, આશ્રવ અને બંધ તત્ત્વને હેય કહ્યાં છે, તો એ પોતાના દિલને બરાબર હેય લાગે, એ ત્યાજ્ય જ ભાસે, એની પ્રત્યે હેયતાને યોગ્ય વલણ ઊભું થાય. જેમ કોઈ અયોગ્ય શેઠને ત્યાં કોઈને કદાચ નોકરી કરવી પડે, પણ એને એ નોકરી હોય અર્થાત્ ત્યાજ્ય જ લાગે છે, છોડવા જેવી જ લાગે છે, તો એને યોગ્ય માનસિક વલણ એવું રહે છે કે એને દિલમાં સદા એના તરફ ધૃણા અને એના સંતાપ રહે છે, શેઠની અયોગ્યતાના ભાવી વર્તાવમાં અનર્થનો ભય રહે છે, ચિંતા રહે છે, નોકરી જો લાગ મળે તો છોડવાની તમન્ના રહે છે ! બસ, એવી રીતે આ પાપ આદિ ખરેખર હેય લાગ્યા, તો એની ધૃણા અને એના તરફ સંતાપ રહ્યા કરે ! એના અનર્થની ચિંતા રહ્યા કરે ! ભય રહે ! એમાં અકળામણ થાય ! હંમેશા એમ તરવરાટ થયા કરે કે “ક્યારે લાગ મળે ને આ પાપ, આશ્રવ વગેરે છોડી દઉં !' મોટરોવાળા ધોરી રસ્તે ચાલતાં કેવો ભય રહે છે ! ગરીબી જીવવી પડે છતાં કેવો સંતાપ હૈયાને બાળ્યા કરે છે ! કાંઈ અજુગતું બોલાઈ-ચલાઈ ગયું પછી નુકસાનની કલ્પનાથી કલેજું કેવું કંપે છે ! કલેશ-કંકાશવાળા કુટુંબીઓમાં રહેવું પડે છતાં કેટકેટલી અકળામણ થાય છે ! આ બધાથી છૂટવાની કેવી તાલાવેલી રહે છે ! બસ, આ રીતે પાપ, આશ્રવ અને બંધના ઘેરાવામાં ઘેરાયા ભય, સંતાપ, કંપ, અકળામણ વગેરેનો અનુભવ થયા કરે, એમાંથી છૂટવાની તમન્ના રહ્યા કરે; એનું નામ એ હેય તત્ત્વોની પરિણતિ. (i) ઉપાદેય તત્ત્વોની પરિણતિ : હવે પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વો ઉપાદેય છે, તો એના પર એવી અટલ રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ, કે “જીવનમાં એજ ખરેખરા કર્તવ્ય તરીકે શ્રી સર્વજ્ઞ પ્રભુએ છે અને જેવા જેવા ફરમાવ્યા છે, તે યથાર્થ છે. એમાં મીન-મેખ ફરક નથી. એના સિવાય બીજું કર્તવ્ય જ નથી, ઉપાદેય જ નથી, ભલે એના રુડાં ફળ આપણે કદાચ ઉપાધિ થી સમાધિ તરફ 109